Home Tech/Gadgets Headphones Earphones Maintenance Tips Long Life

હેડફોન વાપરતી વખતે આટલું ધ્યાન નહીં રાખો તો થશે મોટો ખર્ચ : જાણો તેને લાંબો સમય સુરક્ષિત રાખવાની ટિપ્સ

હેડફોન વાપરતી વખતે આટલું ધ્યાન નહીં રાખો તો થશે મોટો ખર્ચ
Published by: OBS Bureau
Last Updated: Mar 10, 2026, 08:30 PM IST

આજના સમયમાં હેડફોન કે ઈયરફોન દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગયા છે. વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસ હોય કે પ્રોફેશનલ્સ માટે ઓફિસ મીટિંગ, આ ગેજેટ્સ વગર કામ ચલાવવું મુશ્કેલ છે. જોકે, આ મોંઘા ગેજેટ્સને લાંબો સમય ચલાવવા માટે તેની યોગ્ય જાળવણી ખૂબ જ જરૂરી છે. જો તમે તેના વપરાશમાં બેદરકારી રાખશો તો તે જલ્દી ખરાબ થઈ શકે છે અને તમારે નવા હેડફોન ખરીદવા પાછળ મોટો ખર્ચ કરવો પડી શકે છે.

વાયરને વધુ પડતો વાળવાનું ટાળો

જો તમે વાયર્ડ ઈયરફોન અથવા હેડફોનનો ઉપયોગ કરતા હોવ તો તેના વાયરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઘણીવાર ઉતાવળમાં ઈયરફોન કાઢતી વખતે કે વાપરતી વખતે વાયર ખેંચાઈ જતો હોય છે. વાયર અત્યંત નાજુક હોય છે અને વધુ પડતા ખેંચાણ કે વારંવાર વળવાને કારણે તે અંદરથી તૂટી શકે છે. ઉપયોગ કર્યા પછી તેને ગમે તેમ વીંટાળીને રાખવાને બદલે વ્યવસ્થિત રીતે ફોલ્ડ કરીને રાખવા જોઈએ.

સ્ટોરેજ અને તાપમાનનું મહત્વ

ઉપયોગ કર્યા પછી તમે હેડફોન ક્યાં મૂકો છો તે તેની આવરદા નક્કી કરે છે. ગમે ત્યાં ખુલ્લામાં હેડફોન રાખવાથી તેના પર ધૂળ જમા થાય છે જે કાનની હાઈજીન માટે પણ જોખમી છે. હંમેશા હેડફોનને સ્વચ્છ, સૂકી અને સામાન્ય તાપમાન ધરાવતી જગ્યાએ રાખવા જોઈએ. તેને ભેજવાળી જગ્યાએ કે વધુ ગરમી હોય ત્યાં રાખવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી અંદરની સર્કિટને નુકસાન થઈ શકે છે.

નિયમિત સાફ-સફાઈ રાખવી જરૂરી

હેડફોન સીધા તમારા કાનના સંપર્કમાં આવે છે, તેથી તેની સ્વચ્છતા જાળવવી અનિવાર્ય છે. ભલે તે બહારથી સાફ દેખાતા હોય, પરંતુ તેના પર સૂક્ષ્મ બેક્ટેરિયા જમા થઈ શકે છે. સમયાંતરે ડિસઈન્ફેક્ટન્ટ વાઈપ્સ અથવા હળવા ભીના કપડાથી તેને સાફ કરવા જોઈએ. આનાથી ડિવાઈસ સુરક્ષિત રહે છે અને કાનમાં ઈન્ફેક્શન થવાનો ભય પણ રહેતો નથી.

હાઈ વોલ્યુમ પર સંગીત સાંભળવાનું ટાળો

સતત ફૂલ વોલ્યુમ પર ગીતો સાંભળવા એ માત્ર કાન માટે જ નહીં, પણ હેડફોન માટે પણ નુકસાનકારક છે. જ્યારે અવાજ ખૂબ વધારે હોય ત્યારે સ્પીકરના આંતરિક ભાગોમાં તીવ્ર વાઈબ્રેશન (ધ્રુજારી) ઉત્પન્ન થાય છે. જો આ પ્રક્રિયા લાંબો સમય ચાલે તો હેડફોનના સ્પીકર ફાટી જવાની અથવા અવાજની ક્વોલિટી બગડવાની શક્યતા રહે છે. તેથી, મધ્યમ વોલ્યુમ પર સંગીત સાંભળવું હિતાવહ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now