Home Tech/Gadgets Hackers Are Looking At Your Profiles On Dating Apps Before Valentines Day

ડેટિંગ એપ્સ પર હેકર્સનો ખતરો! : 'ડેટ' ના મોહમાં 'ડેટા' ન ખોતા, વેલેન્ટાઈન-ડે પહેલા હેકર્સની નજર તમારા પ્રોફાઇલ પર!

ડેટિંગ એપ્સ પર હેકર્સનો ખતરો!
Published by: OBS Bureau
Last Updated: Feb 03, 2026, 12:33 PM IST

Hackers eye digital dating : ડેટિંગ એપ Bumble સહિત ઘણી મોટી ટેક અને કન્ઝ્યુમર કંપનીઓ હાલમાં સાયબર હુમલાઓની નવી લહેરનો ભોગ બની છે. આ લિસ્ટમાં Panera Bread, Match Group અને CrunchBase જેવી કંપનીઓનો પણ સમાવેશ થાય છે. એક રિપોર્ટ અનુસાર, સાયબર સિક્યોરિટી એક્સપર્ટસએ આ હુમલાઓ અંગે ચેતવણી આપી છે, જેને એક મોટા સોશિયલ એન્જિનિયરિંગ અભિયાન સાથે જોડવામાં આવી રહી છે.

Bumble પર શું થયું?

Bumble પર સાયબર હુમલો ફિશિંગ હુમલા દ્વારા થયો હતો જેમાં કંપનીના કોન્ટ્રાક્ટરના એકાઉન્ટ સાથે ચેડા કરવામાં આવ્યા હતા. આના પરિણામે Bumble ના નેટવર્કના નાના ભાગ સુધી કામચલાઉ અનધિકૃત ઍક્સેસ મળી હતી. જોકે, કંપનીનું કહેવું છે કે, આ ઘટનામાં યુઝર ડેટા અથવા એકાઉન્ટ્સને કોઈ અસર થઈ નથી અને કાનૂની એજન્સીઓને આ ઘટનાની જાણ કરવામાં આવી છે. રિપોર્ટ્સમાં Bumble ના પ્રવક્તાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, આ ઍક્સેસ મર્યાદિત અને કામચલાઉ હતી.

Panera Bread એપ્લિકેશનના એક્સેસથી ડેટાની ચોરી?

Panera Bread એ પણ એક અલગ સાયબર સિક્યોરિટી ઘટનાની પુષ્ટિ કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર, એક હેકરે એક સોફ્ટવેર એપ્લિકેશનની ઍક્સેસ મેળવી હતી જે સંપર્ક માહિતી સંગ્રહિત કરે છે. Panera Bread એ કહ્યું કે, તેણે ઘટનાને રોકવા માટે તાત્કાલિક પગલાં લીધાં અને સંબંધિત એજન્સીઓને જાણ કરી.

Match Group અને CrunchBase ના યુઝર્સની માહિતી સાથે ચેડા થયા

Match Group એ પણ એક અલગ ઘટનાની પુષ્ટિ કરી, જેમાં જણાવ્યું હતું કે, મર્યાદિત માત્રામાં યુઝર ડેટા સાથે ચેડા કરવામાં આવ્યા હતા. કંપનીએ કહ્યું કે, તે અસરગ્રસ્ત ગ્રાહકોને સૂચિત કરવાની પ્રક્રિયામાં છે. કંપનીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, એવા કોઈ સંકેત નથી કે, હુમલામાં લોગિન વિગતો, નાણાકીય માહિતી અથવા ખાનગી મેસેજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. CrunchBase એ રિપોર્ટમાં જણાવ્યું કે તેના કોર્પોરેટ નેટવર્ક પરના કેટલાક ડોક્યુમેંટ્સ સાથે ચેડા કરવામાં આવ્યા હતા, પરંતુ ઘટના સમયસર કાબૂમાં આવી ગઈ હતી.

કઈ તારીખે સાયબર હુમલાઓ થયો?

રિપોર્ટ્સ દર્શાવે છે કે, Match Group ની સિસ્ટમ્સ 16 જાન્યુઆરીના રોજ ભંગ કરવામાં આવી હતી, જ્યારે અન્ય કંપનીઓ પર હુમલાઓનો ચોક્કસ સમય સ્પષ્ટ નથી. આ ઘટનાઓ પછી, ShinyHunters નામનું જૂથ હુમલાઓની જવાબદારી સ્વીકારી રહ્યું છે, જોકે આ દાવાઓની સ્વતંત્ર રીતે ચકાસણી કરવામાં આવી નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now