Home Gujarat Gujarati News Gujarat Weather Ambalal Patel Imd Rainfall

રથયાત્રા પર તોળાઈ રહ્યું છે વરસાદનું સંકટ : અમદાવાદ સહિત ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી

રથયાત્રા પર તોળાઈ રહ્યું છે વરસાદનું સંકટ
Published by: OBS Bureau
Last Updated: Jun 26, 2025, 06:13 AM IST

બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડમાં રેડએલર્ટ
14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું
બારડોલી-મહુવામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ
ચિખલીની આમધરા સ્કૂલમાં પાણી ઘૂસ્યાં

Gujarat Weather Update:
આવતીકાલે 27 જૂનને અષાઢી બીજના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા યોજાનાર છે. ત્યારે રથયાત્રા પર વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગની સાથો સાથ અંબાલાલ પટેલ અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આગામી 1 જુલાઈ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.

બે દિવસ પડેલાં ધોધમાર વરસાદને પગલે સુરત શહેર પાણીપાણી થઈ ગયું હતું. ત્યારે સુરત બાદ મેઘરાજાએ અમદાવાદનો વારો પાડ્યો છે. અમદાવાદ પડેલાં વરસાદને પગલે એક વ્યક્તિનું ખાડામાં પડી જવાથી મોત થયું છે. હાલ રાજ્યના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની જેવી સ્થિતિ સર્જાઈ છે.

વરસાદ અંગે હવામાન વિભાગની આગાહીઃ
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું છેકે, ગુજરાતમાં આજથી 1 જુલાઈ સુધી ભારે વરસાદ પડવાની સંભાવના છે. ખાસ કરીને રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની સંભાવના છે. નર્મદા અને તાપીમાં અતિભારે વરસાદની આગાહી છે. તો દાહોદ, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અરવલ્લી અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે.

પરેશ ગોસ્વામીની આગાહીઃ
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ભારે વરસાદ સાથે મેઘતાંડવની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં 1 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે. બનાસકાંઠા, સાબરકાંઠામાં હળવાથી મધ્યમ ઝાપટાં પડી શકે છે. સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો જોવા મળી શકે પરંતુ દરિયાકાંઠાના વિસ્તારમાં મધ્યમ વરસાદ જોવા મળી શકે છે.

વરસાદ અંગે અંબાલાલની આગાહીઃ
અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, આગામી સપ્તાહ સુધી ગુજરાતમાં વરસાદનું જોર વધારે રહેશે. ખાસ કરીને 26 જૂનથી લઈને 2 જુલાઈ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત પર મોટું વરસાદી સંકટ છે. નદીઓમાં પૂર આવે તેવી સ્થિતિ ઉભી થઈ શકે છે. નર્મદા સહિત ઘણી નદીઓ બેકાંઠે વહેતી થશે. 9થી 15 જુલાઈ વચ્ચે પણ ભારે વરસાદ આવશે. નર્મદા બે કાંઠે થવાની શક્યતા સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધવાની શક્યતા છે. આ ઉપરાંત કાવેરી નદીમાં તાપી નદીમાં જળતર વધવાની શક્યતા રહેશે.

ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદનું સંકટઃ
અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યના ઉતર ગુજરાત, પૂર્વ ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરીને રાજ્યના મહેસાણા, પાલનપુર બનાસકાંઠા, સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. તો પંચમહાલ જિલ્લાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત વગેરે ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. મહીસાગર જિલ્લાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now