Home Gujarat Gujarat Weather Update Meteorological Department Yellow And Red

આજે 4 જિલ્લાઓમાં મેઘો થશે મુશળધાર! : વરસાદને લઈ હવામાન વિભાગે યલો અને રેડ એલર્ટ આપ્યું

આજે 4 જિલ્લાઓમાં મેઘો થશે મુશળધાર!
Published by: OBS Bureau
Last Updated: Jun 28, 2025, 06:32 AM IST

ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. ત્યારે હજુ પણ આગામી 6 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પણ 4 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં પણ આજે વરસાદનું યલો એલર્ટ અપાયું છે.
આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
નવસારી અને વલસાડ, કચ્છ, દ્વારકા, જામનગર, બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો આ તરફ ગીર સોમનાથ, પાટણ, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરાઇ છે.
સૌરાષ્ટ્રમાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે
આવતીકાલે 29 જૂનના રોજ સૌરાષ્ટ્રમાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ શકે છે. સાથો સાથે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તો આ તરફ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન છે. જો કે, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now