રાજ્યના છેલ્લા 24 કલાકમાં 171 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરમાં વરસાદ વરસ્યો છે. દ્વારકાના કલ્યાણપુરમાં 3 ઈંચ ખાબક્યો છે. તો કચ્છના માંડવીમાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે 15 તાલુકમાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
પોરબંદરમાં ગાજવીજ સાથે વરસાદ
પોરબંદરમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. વહેલી સવારેથી જ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. પોરબંદરના ત્રણેય તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ઘેડ અને બરાડા પંથકમાં પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
દ્વારકામાં વરસાદ, સોની ડેમ છલોછલ
દ્વારકમાં પણ વરસાદ મોડી રાત્રેથી વરસાદ શરૂ થયો હતો. તો ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કલ્યાપુરના સોની ડેમાં પણ નવા નીર આવ્યા છે. ડેમ ભરાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
ડાંગમાં ધોધ થયા જીવંત
ડાંગ જિલ્લામાં વરસાદ વરસતા પહાડોની વચ્ચે પ્રચલિત ગીરાધોધ સાથે અન્ય અનેક ધોધ સક્રિય થયા છે. જેના પગલે પર્યટકોમાં ખુશીની લહેર છવાઈ છે.
અમદાવાદમાં વરસાદ
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. ગુરૂકુળ, વસ્ત્રાપુર, સુભાષ ચોક, થલતેજ, પકવાન ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં સવાના સમયમાં વરસાદે રાઉન્ડ લીધો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે

_aacefc7a-2d0e-4da0-aa44-c3c414b8e5d2.jpg)




