Home Gujarat Gujarat Weather Forecast Meteorological Department Predicts Rain

ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ કાઢશે ભૂક્કા! : હવામાન વિભાગે આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ

ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ કાઢશે ભૂક્કા!
Published by: OBS Bureau
Last Updated: Jun 27, 2025, 10:10 AM IST

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ વર્ષે ચોમાસું શરૂ થતાં મેઘરાજે જોરદાર જમાવટ કરી દીધી છે. રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13 ટકા વરસાદ નોધાયો છે, જો કે, હજુ પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

આ જિલ્લાઓમાં આગાહીનું 'એલર્ટ'
હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ અપાયું છે. તો બીજી તરફ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ અપાયું છે.
28 જૂને આ જિલ્લાઓમાં આગાહી
28 જૂન 2025ના પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, પાટણ, સાબરકાંઠા, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ અને બનાસકાંઠામાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
એલર્ટ રહેવા સૂચના
ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને લઈ કેટલાક વિસ્તારોમાં તંત્રએ એલર્ટ રહેવા સૂચના આપી છે. સાથો સાથ માછીમારોને દરિયો ન ખેડવા પણ જણાવ્યું છે. ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં ઓરેન્જ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
સરેરાશ વરસાદ 29.13 ટકા વરસાદ નોધાયો
રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13 ટકા વરસાદ નોધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં 31.20 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 21.50 ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં 30.93 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 30.36 ટકા અને કચ્છ ઝોનમાં 23.7 ટકા સરેરાશ વરસાદ નોધાયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now