Home Gujarat Ahmedabad Gujarat Weather Forecast Heatwave Ahmedabad 43 Degree April

ભયંકર ગરમીની વચ્ચે અમદાવાદીઓ માટે ડરામણી આગાહી : હીટવેવને લઈને હવામાન વિભાગના શું છે લેટેસ્ટ અપડેટ?

Gujarat Weather Forecast
Play Video
Published by: Viral Patel
Last Updated: Apr 21, 2026, 01:40 PM IST

Gujarat Weather 2026: ગુજરાતભરમાં હવે ઉનાળો પોતાનું આકરૂ સ્વરૂપ દેખાડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમીને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં પવનની દિશા બદલાતા હવે તાપમાનમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.

તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી 3 દિવસ બાદ રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળશે, જેના કારણે નાગરિકોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો: "જમવાનું કેમ નથી બનાવ્યું?" કહી પુત્રએ જનેતાનો જીવ લીધો : પુત્રએ પિતાનું ગળું દબાવ્યું, બચાવવા વચ્ચે પડેલા માતાને મળ્યું મોત

26 એપ્રિલ રહેશે સૌથી ગરમ દિવસ?

હવામાન વિભાગની આગાહી મુજબ, 26 એપ્રિલના રોજ ગરમીનો પારો આસમાને પહોંચી શકે છે. સમગ્ર રાજ્યમાં તાપમાન 40 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચવાનું અનુમાન છે, જે અમદાવાદીઓ માટે ચિંતાનો વિષય છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 35 થી 40 ડિગ્રી વચ્ચે રહેશે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં 'બફારો' વધશે

માત્ર ગરમી જ નહીં, પણ ભેજવાળું વાતાવરણ પણ લોકોને પરેશાન કરશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની શક્યતા છે, જેના કારણે બફારો (Humidity) વધશે અને ડિસકમ્ફર્ટ જેવી સ્થિતિ સર્જાશે. વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું અને પુષ્કળ પ્રમાણમાં પાણી તથા પ્રવાહી આહાર લેવા આરોગ્ય વિભાગ દ્વારા સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો: ભાજપ સાંસદની 'ચીમકી' પર મનીષ દોશીનો પલટવાર : કહ્યું- "હારના ડરથી જનતાને ધમકાવવાનું બંધ કરો", "ચૂંટણી પંચ તુરંત કાર્યવાહી કરે"

પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ પવનનો અસરકારક પ્રભાવ

હવામાન વિભાગ મુજબ હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફના પવન ફૂંકાઈ રહ્યા છે. આ પવન સામાન્ય રીતે શુષ્ક અને ગરમ હોય છે, જે જમીનનું તાપમાન ઝડપથી વધારવામાં મદદ કરે છે. આ પવનના કારણે વાદળોનું સર્જન ઓછું થાય છે અને સૂર્યપ્રકાશ સીધો જમીન પર પડે છે, જેના કારણે દિવસ દરમિયાન ગરમી વધુ અનુભવાય છે. આ પરિસ્થિતિ આગામી દિવસોમાં વધુ તીવ્ર બની શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now