Gujarat Money Laundering: ગુજરાતમાં ચાઈનીઝ ગેંગ સાથે જોડાયેલું મની લોન્ડરિંગનું મોટું કૌભાંડ ઝડપાયું છે. વડોદરા પોલીસે સ્ટેટ સાયબર ક્રાઈમ યુનિટની મદદથી આ ગેંગના 6 સક્રિય સભ્યોને ધરપકડ કરી છે. આ ગેંગે સાયબર ક્રાઈમ અને બેંક એકાઉન્ટના દુરુપયોગ દ્વારા કુલ રૂ. 210 કરોડની મની લોન્ડરિંગ કરી હતી.
કેવી રીતે ચાલતું હતું આ નેટવર્ક?
આરોપીઓએ વિવિધ બેંકોમાં મોટી સંખ્યામાં ખાતા ખોલાવ્યા હતા. આ ખાતાઓનો ઉપયોગ સાયબર ક્રાઈમ (જેમ કે ઓનલાઈન ઠગાઈ, ફિશિંગ વગેરે) દ્વારા મેળવેલા કાળા નાણાંને લોન્ડર કરવા માટે કરવામાં આવતો હતો. ગેંગના સભ્યો કમિશનના આધારે એકાઉન્ટ ખોલી આપતા, તેમાંથી પૈસા ટ્રાન્સફર કરતા અને રોકડા ઉપાડતા હતા.
પોલીસને મળેલા પુરાવા
ધરપકડ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી મોટા પ્રમાણમાં સામગ્રી જપ્ત કરી છે:
11 મોબાઈલ ફોન
12 ચેકબુક
5 પાસબુક
39 ડેબિટ કાર્ડ
1 લેપટોપ
10 ક્યુઆર કોડ
લેપટોપની તપાસમાં જાણવા મળ્યું કે આ ગેંગે વિવિધ બેંક એકાઉન્ટો દ્વારા કુલ 210 કરોડ રૂપિયાની હેરાફેરી કરી હતી.
ઝડપાયેલા આરોપીઓ અને તેમની ભૂમિકા
દિપેશ રાજપુરોહિત – મુખ્ય માસ્ટરમાઈન્ડ
40થી વધુ બેંક ખાતાનું સંચાલન કરતો હતો.
અબ્દુલ પઠાણ –
મલ્ટીપલ બેંક એકાઉન્ટ ખોલાવીને નાણાં ઉપાડવાનું કામ કરતો હતો.
વિવેક વણઝારા –
કમિશન લઈને એકાઉન્ટ ખોલી આપતો અને પૈસા ઉપાડતો હતો. તેને તેના મિત્ર મંચક બૈરવા મદદ કરતો હતો.
રોહિત શર્મા –
બેંક એકાઉન્ટમાં કમિશન આધારે પૈસા ટ્રાન્સફર કરવાનું કામ કરતો હતો.
મોહિત રાવલ –
મોબાઈલ બેંકિંગ માટે સીમ કાર્ડ પુરા પાડતો હતો.
આ પણ વાંચો: વડોદરાના ફતેપુરામાં પ્લાસ્ટિકની દુકાનમાં ભીષણ આગ : બે વ્યક્તિઓનું દિલધડક રેસ્ક્યુ
આ તમામ આરોપીઓ વડોદરાના વિવિધ વિસ્તારોમાંથી ઝડપાયા છે. સ્ટેટ સાયબર ક્રાઈમ યુનિટની ઝુંબેશ હજુ પણ ચાલુ છે અને વધુ આરોપીઓને પકડવાના પ્રયાસો થઈ રહ્યા છે.આ કેસ સાયબર ક્રાઈમ અને મની લોન્ડરિંગના વધતા જતા જોખમને રેખાંકિત કરે છે, જેમાં ચાઈનીઝ ગેંગ્સ પણ સક્રિયપણે સામેલ હોવાનું જણાય છે.






