Home Gujarat Gujarat Revenue Department Deputy Collector Mamlatdar Transfer Promotion List

ગુજરાતના મહેસૂલ વિભાગમાં મોટો ફેરફાર : ડે.કલેક્ટર, મામલતદાર સહિત 27 અધિકારીઓની બદલી સાથે પ્રમોશન

Revenue Department Promotion
Published by: Nirali Gohil
Last Updated: May 28, 2026, 07:12 AM IST

Deputy Collector-Mamlatdar Transfer-Promotion: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગમાં મોટા પાયે વહીવટી ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યના વહીવટી તંત્રને વધુ કાર્યક્ષમ અને ગતિશીલ બનાવવા માટે સરકારે ડેપ્યુટી કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારી, મામલતદાર અને અન્ય વહીવટી અધિકારીઓની બદલી તથા બઢતીના આદેશો જાહેર કર્યા છે. સચિવાલયમાં તાજેતરમાં થયેલા વ્યાપક વહીવટી ફેરબદલ બાદ હવે મહેસૂલ વિભાગમાં પણ મહત્વપૂર્ણ બદલાવ સામે આવ્યા છે. રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે, જેના કારણે અનેક જિલ્લાઓના વહીવટી માળખામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે. સરકારના આ નિર્ણયને વહીવટી કામગીરી વધુ ઝડપી, પારદર્શક અને અસરકારક બનાવવા માટેનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

27 અધિકારીઓની બદલી, 9ને બઢતી સાથે નવી જવાબદારી

મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ રાજ્યભરમાં કુલ 27 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સાથે જ 9 અધિકારીઓને બઢતી (પ્રમોશન) આપીને નવી નિમણૂક પણ કરવામાં આવી છે.

આ બદલાવમાં ડેપ્યુટી કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારી, મામલતદાર અને અન્ય મહત્વપૂર્ણ વહીવટી હોદ્દાઓ પર ફરજ બજાવતા અધિકારીઓને નવા જિલ્લામાં અથવા નવા વિભાગમાં જવાબદારી સોંપવામાં આવી છે.

અનેક જિલ્લાઓના વહીવટી માળખામાં થશે ફેરફાર

આ વહીવટી ફેરબદલથી અમરેલી, દાહોદ, ગીર સોમનાથ, નર્મદા, કચ્છ, ભાવનગર, અમદાવાદ, જામનગર, સુરત, રાજકોટ, પાટણ, મોરબી, બનાસકાંઠા, આણંદ, મહીસાગર, વલસાડ સહિતના અનેક જિલ્લાઓના વહીવટી માળખામાં અસર જોવા મળશે. કેટલાક અધિકારીઓને નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી, જિલ્લા પુરવઠા અધિકારી અને SLAO જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે, જ્યારે કેટલાક મામલતદારોને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને પ્રાદેશિક નગરપાલિકા કચેરીમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં જળસંકટનો ખતરો વધ્યો!: 207માંથી 147 ડેમ અડધાથી વધુ ખાલી, ચોમાસું મોડું પડ્યું તો વધી શકે મુશ્કેલી

પ્રમોશન મેળવનાર અધિકારીઓને નવી તક

સરકારે 9 અધિકારીઓને પ્રમોશન આપીને વધુ મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપી છે. પ્રમોશન મેળવનાર અધિકારીઓને હવે નાયબ કલેક્ટર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને SLAO જેવા હોદ્દાઓ પર કામગીરી કરવાની તક મળશે. વિભાગીય સૂત્રોના જણાવ્યા મુજબ, આ બદલાવ દ્વારા વહીવટી કામગીરીને વધુ અસરકારક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી જિલ્લા સ્તરે સરકારી કામકાજમાં ગતિ આવી શકે.

અહીં જુઓ બદલી અને બઢતી મેળવનાર અધિકારીઓની સંપૂર્ણ યાદી

બદલી થયેલ અધિકારીઓની યાદી

  • મહેન્દ્ર દેસાઈ – નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, અમરેલી → નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી, અમરેલી

  • કુમારી હેતલ વસાવાયા – નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, દાહોદ → દ્વિતીય SLAO, કલેક્ટર કચેરી, અમદાવાદ

  • જેમિની ગઢવી – નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, ગીર સોમનાથ → પ્રી-સ્ક્રુટિની ઓફિસર, IORA, ગાંધીનગર

  • સી. આર. સુથાર – નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, નર્મદા → નાયબ કલેક્ટર (પ્રોટોકોલ), કલેક્ટર કચેરી, નર્મદા

  • અર્શી એસ. હાશ્મી – જિલ્લા પુરવઠા અધિકારી, કચ્છ → SLAO, SSNNL નર્મદા પ્રોજેક્ટ, રાધનપુર-1, પાટણ

  • સી. એ. રાવલ – નિમણૂકની પ્રતીક્ષામાં → મદદનીશ કમિશનર, ગ્રામ વિકાસ કમિશનરની કચેરી, ગાંધીનગર

  • અમિત પરમાર – SLAO, SSNNL નર્મદા પ્રોજેક્ટ, વલ્લભીપુર-1, ભાવનગર → નાયબ કલેક્ટર, પ્રાદેશિક નગરપાલિકા કમિશનરની કચેરી, ભાવનગર

  • ડૉ. નીતિ ચરણ – SLAO, SSNNL નર્મદા પ્રોજેક્ટ, ગાંધીધામ, કચ્છ → નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી, પાટણ

  • ડી. પી. શાહ – મામલતદાર, સિટી (વેસ્ટ)-વેજલપુર, અમદાવાદ → પ્રી-સ્ક્રુટિની ઓફિસર, IORA, ગાંધીનગર

  • જે. એ. ચૌહાણ – મામલતદાર, ધોલેરા, અમદાવાદ → નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી, હિંમતનગર, સાબરકાંઠા

  • જે. ડી. જાડેજા – મામલતદાર, ઉમરાળા, ભાવનગર → SLAO, કલેક્ટર કચેરી, ભાવનગર

  • કે. એચ. વાઘેલા – મામલતદાર, થરાદ, વાવ થરાદ → SLAO, કલેક્ટર કચેરી, બનાસકાંઠા

  • એમ. એચ. જસપુરીયા – મામલતદાર, મદદનીશ ચૂંટણી કમિશનર, SEC, ગાંધીનગર → SLAO, કલેક્ટર કચેરી, આણંદ

  • રોનક આર. કપૂર – મામલતદાર, PSO-IORA, કલેક્ટર કચેરી, ગાંધીનગર → પ્રી-સ્ક્રુટિની ઓફિસર, IORA, ગાંધીનગર

  • ટી. બી. ત્રિવેદી – મામલતદાર, કાલાવડ, જામનગર → નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી, જૂનાગઢ

  • એસ. આર. ત્રિવેદી – મામલતદાર, જામનગર-સિટી, જામનગર → SLAO, કલેક્ટર કચેરી, જામનગર

  • જીનેશ એન. મહેતા – મામલતદાર, જોડિયા, જામનગર → ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વહીવટ), ભાવનગર મહાનગરપાલિકા

  • સી. વી. ચૌધરી – મામલતદાર, વાસો, ખેડા → જિલ્લા પુરવઠા અધિકારી, મહીસાગર

  • સી. આર. નિમાવત – મામલતદાર, મોરબી (ગ્રામ્ય), મોરબી → જિલ્લા પુરવઠા અધિકારી, કચ્છ

  • 20. ડી. કે. ધ્રુવ – મામલતદાર, હારીજ, પાટણ → SLAO, કલેક્ટર કચેરી, મોરબી

  • 21. યુ. વી. કાનાણી – મામલતદાર, વિંછીયા, રાજકોટ → SLAO, SSNNL નર્મદા પ્રોજેક્ટ, ધ્રાંગધ્રા-1, સુરેન્દ્રનગર

  • 22. ડી. વી. ગામીત – મામલતદાર, સુરત સિટી-કતારગામ, સુરત → નાયબ કલેક્ટર, પ્રાદેશિક નગરપાલિકા કમિશનરની કચેરી, સુરત

  • 23. એલ. આર. ચૌધરી – મામલતદાર, સુરત સિટી-ઉધના, સુરત → જિલ્લા પુરવઠા અધિકારી, ડાંગ

  • 24. મનિષ પી. પટેલ – મામલતદાર, સુરત સિટી-અડાજણ, સુરત → નાયબ કલેક્ટર-(2), કલેક્ટર કચેરી, રાજપીપળા, નર્મદા

  • 25. એચ. વી. ચાવડા – મામલતદાર, માંગરોળ, સુરત → નાયબ કલેક્ટર-(2), કલેક્ટર કચેરી, વેરાવળ, ગીર સોમનાથ

  • 26. જે. એ. જીવાણી – મામલતદાર, ઉચ્છલ, તાપી-વ્યારા → નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી, નર્મદા

  • 27. કે. એમ. રાણા – મામલતદાર, પારડી, વલસાડ → ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, વાપી મહાનગરપાલિકા, વલસાડ

બઢતી મેળવેલા અધિકારીઓની યાદી

  • પી. એફ. પટેલ – ચિટનીસ, જિ. વડોદરા → નાયબ કલેક્ટર-પ્રોટોકોલ, કલેક્ટર કચેરી, વડોદરા

  • એસ. આર. બારીયા – મામલતદાર, કથલાલ, જિ. ખેડા → SLAO, કલેક્ટર કચેરી, નડિયાદ, જિ. ખેડા

  • એ. એન. શર્મા – મામલતદાર, ભુજ, જિ. કચ્છ → નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી, જિ. મહેસાણા

  • એન. એસ. પરિતોષ – મામલતદાર, ચોર્યાસી, જિ. સુરત → SLAO, ONGC, અંકલેશ્વર, જિ. ભરૂચ

  • કે. પી. મોઢવાડિયા – મામલતદાર, ચૂંટણી, જિ. મહીસાગર → નાયબ કલેક્ટર-પ્રી-સ્ક્રુટિની ઓફિસર, કલેક્ટર કચેરી, રાજકોટ

  • પી. આર. સંગાડા – મામલતદાર, ડભોઈ, જિ. વડોદરા → ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આણંદ મહાનગરપાલિકા

  • પી. એસ. ભૂરિયા – મામલતદાર, મહુધા, જિ. ખેડા → નાયબ કલેક્ટર-પ્રી-સ્ક્રુટિની ઓફિસર, કલેક્ટર કચેરી, વડોદરા

  • ટી. સી. પટેલ – મામલતદાર, નિઝર, જિ. તાપી-વ્યારા → નાયબ કલેક્ટર-(2), કલેક્ટર કચેરી, વ્યારા, જિ. તાપી

  • વાય. પી. ગઢવી – મામલતદાર, જામખંભાળિયા, જિ. દેવભૂમિ દ્વારકા → નાયબ કલેક્ટર-(2), કલેક્ટર કચેરી, દ્વારકા, જિ. દેવભૂમિ દ્વારકા


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now