ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 149 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડતા નદીઓમાં પાણીનો સ્તર વધી રહ્યો છે અને સ્થાનિક તંત્ર એલર્ટ પર છે.
જુઓ ક્યાં કેટલો વરસ્યો?
છેલ્લા 24 કલાકમાં વિજાપુર સૌથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યાં 6.03 ઈંચ વરસાદ થયો છે. ત્યારબાદ વાલોડમાં 5.59 ઈંચ, ઉમરપાડામાં 5.31 ઈંચ, અને સુબીરમાં 4.25 ઈંચ વરસાદ નોંધાયો છે. મહુવામાં 4 ઈંચ, દાંતીવાડામાં 3.62 ઈંચ, ડોલવણમાં 3.31 ઈંચ, વ્યારામાં 3.25 ઈંચ, કઠલાલમાં 3.15 ઈંચ, અને કપડવંજમાં 3.11 ઈંચ વરસાદ થયો છે. બીજા કેટલાક વિસ્તારો જેમ કે બારડોલી (2.8 ઈંચ), મહુધા (2.76 ઈંચ), હિમતનગર (2.28 ઈંચ), તેમજ સગબારા અને સોનગઢમાં 2.2 ઈંચ વરસાદ નોંધાયો છે.
બનાસકાંઠાના 5 તાલુકામાં પ્રા.શાળામાં રજા જાહેર
વરસાદની તીવ્રતા અને લોકોને સુરક્ષિત રાખવા માટે આજે તા. 3 જુલાઈ 2025 ગુરુવારના રોજ, પાલનપુર, દાંતીવાડા, વડગામ, ધાનેરા અને ડીસા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા નાગરિકોને નમ્ર અનુરોધ છે પણ કરવામાં આવ્યો છે કે, જરૂરી ન હોય ત્યાં બહાર ન નિકળે અને સ્થાનિક તંત્રના સૂચનોનું પાલન કરે. વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
બનાસકાંઠામાં ધોધમાર વરસાદ
બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં પાણી-પાણી થયા છે. મોડી રાત્રે મૂશળધાર વરસાદના પગલે પાલનપુરના ગઠામણ પાટિયે પાણીનો ભરાવો થયો હતો. તો બીજી તરફ ડીસા અને ધાનેરામાં ધોધમાર વરસ્યો છે.
બનાસકાંઠામાં સવારે 8 વાગ્યા સુધીમાં વરસાદ
વડગામ- 11 ઈંચ
દાંતીવાડા- 7 ઈંચ
પાલનપુર- 7 ઈંચ
ધાનેરા- 5 ઈંચ
ડીસા- 3 ઈંચ
મલ્લિકાર્જુન ખડગેના 'અભણ ગુજરાતી' વાળા નિવેદનથી રાજકારણ ગરમાયું!: અર્જુન મોઢવાડિયા અને ભાજપના નેતાઓએ કોંગ્રેસને લીધી આડેહાથ


_65d0f320-a335-4f15-ac5f-9a2c29e00ea0.gif)



