Home Gujarat Gujarat Rain Were Drenched In 232 Talukas

ગુજરાતના 232 તાલુકા વરસાદમાં ભીંજાયા : જુઓ મેઘરાજાએ ક્યાં કેવી બેટિંગ કરી?

ગુજરાતના 232 તાલુકા વરસાદમાં ભીંજાયા
Published by: OBS Bureau
Last Updated: Jun 29, 2025, 05:18 AM IST

ગુજરાતમાં બરાબરનો ચોમાસું જામ્યું છે. છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 232 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ નવસારી જિલ્લાના ચીખલીમાં 88 મીમી વરસ્યો છે. વાંસદામાં 1.89, લખપતમાં 1.9 ઈંચ, પોરબંદર, ધરમપુરમાં 1.85 ઈંચ વરસાદ ખાબક્યો છે.
વડોદરામાં 1.6, વઘઈમાં વરસાદ
24 કલાકમાં ધરમપુર, ભરૂચમાં 1.8 ઈંચ વરસાદ વરસ્યો છે. કરજણ, પાલનપુરમાં 1.81 ઈંચ તો વડોદરામાં 1.6, વઘઈમાં 1.6 ઈંચ જ્યારે પારડી, કલ્યાણપુરમાં 1.57 ઈંચ અને સુરત શહેર, બાલાસિનોરમાં 1.54 ઈંચ તો મહુવા, હાંસોટમાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો છે. આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં વર્તમાન ચોમાસામાં સિઝનનો કુલ 31 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં હાલ વરસાદી માહોલ ભરપુર જામ્યો છે. ત્યારે આગામી 4 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આગામી સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now