Home Gujarat Gujarat Rain Update Rain Recorded In 145 Talukas

Gujarat rain ; ગુજરાત પર 'મેઘો' મહેરબાન! : 145 તાલુકાઓમાં વરસાદ, આ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ

Gujarat rain ; ગુજરાત પર 'મેઘો' મહેરબાન!
Published by: OBS Bureau
Last Updated: Jul 29, 2025, 06:33 AM IST

ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર જોરદાર જમાવટ કરી છે. છેલ્લા 24 કલાકમાં કુલ 145 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 4.92 ઈંચ નોંધાયો છે. છોટા ઉદેપુર જિલ્લામાં પણ ધમધોકાર વરસાદ વરસ્યા છે, છોટા ઉદેપુર તાલુકામાં 3.23 ઈંચ અને બોડેલીમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે.


જાંબુઘોડા તાલુકામાં 2.56 ઈંચ વરસાદ

જાંબુઘોડા તાલુકામાં 2.56 ઈંચ અને પાવી જેતપુરમાં 2.24 ઈંચ વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં 34 તાલુકાઓ 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. આ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે, કારણ કે ખેતી પાકને જીવન દાન મળ્યું છે. જો કે કેટલાક વિસ્તારમાં પાણી ભરાવાના કારણે વાહનવ્યવહાર પર પણ અસર પડી છે.

આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, વડોદરા, ભરૂચ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.


આ જિલ્લાઓમાં યલો એલર્ટ

કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ અને દીવમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now