Home Gujarat Gujarat Rain News Rain Arrived In Saurashtra North Central And South Gujarat Last Night 4 Inches Of Rain In Gondal 7 Due To Lightning

ગુજરાતમાં આકાશી આફત, વીજળી પડતા 7ના મોત : દાહોદમાં વીજળી પડવાથી પિતા-પુત્ર અને સુરતમાં મહિલા ખેડૂતે ગુમાવ્યો જીવ! રાજકોટ, પંચમહાલ, અમરેલી અને છોટાઉદેપુરમાં પણ 1-1 મોત

ગુજરાતમાં આકાશી આફત,  વીજળી પડતા 7ના મોત
Published by: OBS Bureau
Last Updated: Jun 15, 2025, 06:37 AM IST

ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ગઈ કાલે ગુજરાતમાં એક જ દિવસમાં વીજળી પડવાથી કુલ 7 લોકોના મોત નિપજ્યાં છે. રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં સાડા 3 ઈંચ અને ગોંડલમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેટકોના સબ સ્ટેશનમાં વીજળી પડતા પાવર સપ્લાય ઠપ્પ થઈ ગઈ હતી. ધારી, દાહોદ,થાનગઠ, ધાનપુર, સુરતના માંગરોળમાં વીજળી પડી હતી. જેમાં અલગ- અલગ જગ્યાએ 7 લોકોના મોત નિપજ્યાં છે. પાવી જેતપુર અને મોકળ ગામમાં વીજળી પડવાથી મોત થયું છે. તો દાહોદમાં વીજળી પડતા 2 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ
રાજકોટમાં દિવસભર અસહ્ય ઉકળાટ-બફારા સાથે બપોર પછી અચાનક હવામાન પલ્ટો થયો હતો. રાજકોટમાં વીજળીએ તાંડવ મચાવ્યું હતું. પ્રચંડ વીજળીના ધડાકાભડાકા સાથે તોફાની પવન સાથે 3 ઈંચ વરસાદ તૂટી પડ્યો હતો.જ્યારે સુરેન્દ્રનગર,અમદાવાદ,બનાસકાંઠા, બોટાદ સહિત રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદ ત્રાટકી પડ્યો હતો.


ગુજરાતમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજે મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ધણા સ્થળોએ પણ વરસાદ પડી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now