Home Gujarat Gujarat Rain In 189 Talukas In The Last 24 Hours

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 189 તાલુકાઓમાં વરસાદ : કડીમાં ખાબક્યો 3.6 ઈંચ, જુઓ ક્યા કેટલો વરસ્યો?

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 189 તાલુકાઓમાં વરસાદ
Published by: OBS Bureau
Last Updated: Jun 30, 2025, 06:40 AM IST

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લાના 189 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેના પગલે વાતાવરણ ઠંડુગાર બન્યું છે. જો કે, ધોધમાર વરસાદના પગલે મુશ્કેલીઓ પણ સર્જાઈ છે.
30 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદમાં સૌથી વધુ કડીમાં 3.6 ઈંચ ખાબક્યો છે. તો આ તરફ અમદાવાદના વિરમગામમાં 3.31 ઈંચ, ખેરગામમાં 2.44 જ્યારે ઉમરગામમાં 2.32 ઈંચ વરસાદ નોંધાયો છે. અત્રે જણાવીએ કે, 30 જેટલા તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
ડેડિયાપાડા અને વઘઈમાં 2 ઇંચ વરસાદ
કલોલ, વાંસદામાં, ડેડિયાપાડા અને વઘઈમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. દેત્રોજ-રામપુરા, વાસંદા, સાવલી,ડેડીયાપાડા, વઘઈમાં પોણા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સાગબારા, વ્યારા, પેટલાદ, વાપી, સંતરામપુર, નીઝરમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.
અમદાવાદમાં વરસાદી માહોલ

અમદાવાદમાં પણ સતત બે દિવસથી વરસાદી વાતાવરણ છે. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, અહીં ક્યારેક વરસાદી ઝાપટા વરસે છે તો ક્યારેક ઝરમર ઝરમર મેહુલિયો વરસી રહ્યો છે

મોસમનો સરેરાશ 33 ટકા જેટલો વરસાદ વરસ્યો

રાજ્યમાં આજે તા. 30 જૂન, 2025ના રોજ સવારે 6.૦૦ કલાક સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 33 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 35.75 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 24.77 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now