Gujarat Monsoon Updates: ગુજરાત પર મોટું સંકળ તોળાઈ રહ્યું છે. આકાશમાં બાજેલાં કાળા ડિબાંગ વાદળો તેનો જ સંકેત છે. ઉનાળો પુરો થાય એ પહેલાં જ મેઘરાજાએ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે. જેને કારણે હાલ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદને પગલે અનેક જગ્યાઓએ પાણી પણ ભરાયા છે.
ચોમાસાની શરૂઆતમાં ગુજરાતના માથે મોટું સંકળ આવીને ઉભું છે. જેની એક નહીં બલકે ત્રણ-ત્રણ ઘાતક આગાહીઓ કરવામાં આવી છે. હવામાન વિભાગ, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી ત્રણે ગુજરાતમાં વરસાદ અંગે મોટી આગાહી કરી છે. ત્રણેયની આગાહીથી ગુજરાતમાં મોટા વરસાદી જોખમના સંકેત મળી રહ્યાં છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી 227 તાલુકામાં વરસાદ પડ્યો છે. ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે ભારે વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. આ વચ્ચે હવામાન વિભાગે આગામી સમયમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ વરસાદ અંગે આગાહી કરી છે.
ભારે વરસાદ સાથે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેરઃ
ગુજરાતમાં નૈરૂત્ય ચોમાસું સક્રિય થતાની સાથે જ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. આવનારા દિવસોમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. 18 જૂન બુધવારે હવામાન વિભાગે 12 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે. જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, ડાંગ, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગર જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જ્યાં પણ વરસાદની તીવ્રતા વધી શકે છે.
હવામાન વિભાગની આગાહીઃ
19 જૂન: સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ છે. સાથે જ અરવલ્લી, મહિસાગર, દાહોદ, તાપી, ભાવનગર અને અમરેલીમાં યલો એલર્ટ છે.
20 જૂન: દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓ – નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
21 થી 23 જૂન – ભારે વરસાદની ચાલુ રહેનારી આગાહી
21 જૂન: 12 જિલ્લામાં યલો એલર્ટ છે. જેમાં અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે.
23 જૂન: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ છે. સાથે જ કચ્છ, મોરબી, અમદાવાદ સહિત 13 જિલ્લામાં યલો એલર્ટ છે.
અંબાલાલ પટેલની આગાહીઃ
આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું કે, 17 થી 19 જૂન દરમિયાન ભારે વરસાદ થશે. તેમણે જણાવ્યું કે “વિશ્વા વસુ” નામના સંવત્સરના કારણે વીજળી સાથેનું હવામાન રહેશે અને કેટલીક જગ્યાએ વીજપ્રપાતની શક્યતા છે. 26 થી 30 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં અતિભારે વરસાદ પડી શકે છે. આહવા, ડાંગ, વલસાડ, નવસારી, સુરત અને જૂનાગઢના વિસ્તારોમાં વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
પરેશ ગોસ્વામીની આગાહીઃ
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું કહેવું છે કે ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમના કારણે આગામી 5 દિવસ વરસાદી રહેશે અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થઈ શકે છે.
સાવચેતી માટે હવામાન વિભાગની સૂચનાઓઃ
માછીમારોએ હાલની સ્થિતિમાં દરિયો ન ખેડવો
લોકોએ નદીઓ અને નાળાઓ નજીક ન જવું
વીજળીના ચમકારા સમયે ખુલ્લા મેદાનમાં ન રહેવું
કારણ વિના વરસાદી માહોલમાં મુસાફરી ટાળવી
ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકોએ સ્થળાંતર માટે તંત્રની સૂચનાઓ અનુસવી
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






