Home Gujarat Gujarat Primary School Teachers Primary Education

શિક્ષકોના મહેકમને લઈને મોટા સમાચાર : ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવી છે મહત્ત્વની સુચના

શિક્ષકોના મહેકમને લઈને મોટા સમાચાર
Published by: OBS Bureau
Last Updated: Aug 01, 2025, 06:57 AM IST

Gujarat Primary School Teachers: ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોના મહેકમ (Setup) ને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. દર વર્ષની જેમ, વર્ષ 2025-26 માટે પણ 31 જુલાઈ 2025ની સ્થિતિએ દરેક શાળાનું મહેકમ તૈયાર કરીને શિક્ષણ વિભાગમાં મોકલવાનું રહેશે.

શિક્ષણ વિભાગના આદેશ મુજબ, દરેક જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO) અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારીઓએ ચોક્કસ સમયમર્યાદા અંદર માહિતી અપલોડ કરવાની અને પત્રકો પૂરા કરવાની કામગીરી સુનિશ્ચિત કરવી પડશે.

મુખ્ય મુદ્દા અને સૂચનાઓ:

CTS Portal પર વિદ્યાર્થીઓની એન્ટ્રી:

15 જુલાઈ 2025 સુધીમાં તમામ શાળાઓએ વર્ષ 2025-26 માટે પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓની વિગતો Child Tracking System (CTS) પર અપલોડ કરવી જરૂરી હતી.

31 જુલાઈ સુધીની હાલની સ્થિતિ CTS પર પ્રતિબિંબિત થવી જોઈએ. આ પછી રજુઆત માન્ય નહીં રાખવામાં આવે.

SAS Portal અને Teacher Portal અપડેટ:

દરેક શાળાએ શિક્ષકો અને વિદ્યાર્થીઓની તમામ માહિતી SAS અને Teacher Portal પર અપડેટ કરવાની રહેશે.

સેટઅપ રજીસ્ટર માટે પત્રક નં. 1 થી 12ના Excel ફોર્મેટ શાળાઓએ તૈયાર રાખવાના રહેશે.

મુખ્ય શિક્ષકના મહેકમ માટે પત્રક-2:

મુખ્ય શિક્ષકનું મહેકમ નક્કી કરવા માટે પત્રક-2માં સંપૂર્ણ વિગતો ભરી શિક્ષણ વિભાગને મોકલવી જરૂરી રહેશે.

SOE (School of Excellence) અને બાલવાટિકા વિગતો:

પત્રક-1માં SOE શાળાઓ તથા ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ ઉપરાંત બાલવાટિકામાં દાખલ વિદ્યાર્થીઓની માહિતી પણ ઉમેરવાની રહેશે.

દિવ્યાંગ બાળકોની માહિતી:

પત્રક-11માં 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓની માહિતી, જે UDID પોર્ટલ પર નોંધાયેલ હોય, તેને જ દાખલ કરવી રહેશે.

ઝીરો વિદ્યાર્થીઓ વાળી શાળાઓ તાત્કાલિક બંધ:

શિક્ષણ વિભાગે એ પણ સૂચના આપી છે કે શૂન્ય વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓ તાત્કાલિક બંધ કરવી પડશે. જો આવી શાળાઓ ચાલુ રહે તો સંબંધિત TPEO/DPEO/AOની જવાબદારી નક્કી કરવામાં આવશે.

આભાસી સંખ્યા દાખવી શિક્ષક મેળવવાનો પ્રયાસ ન ચાલે:

કોઈ શાળા દ્વારા ખોટી રીતે વિદ્યાર્થી સંખ્યા વધુ બતાવી વધારાના શિક્ષક મેળવવાનો પ્રયાસ કરવામાં ન આવે તે માટે તમામ જિલ્લા અધિકારીઓએ કડક ચકાસણી કરવી રહેશે.

મહત્વપૂર્ણ સૂચના:

દરેક તાલુકાના TPEO દ્વારા શાળાની વિગતો એકત્રિત કરવામાં આવશે.

વર્ગ-રજીસ્ટર અને વયપત્રક રજીસ્ટરના છેલ્લા પાનું તા. 1 ઓગસ્ટે મેળવવું ફરજિયાત છે.

કચેરીએ મોકલેલા પત્રકોની સંખ્યા શાળાના રેકોર્ડ સાથે મેચ થવી જોઈએ.

શાળાઓના પત્રકો શાળા કક્ષાએ મોકલવા નહિ, તે TPEO કચેરીમાં જ ભરવાના રહેશે.

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે શિક્ષણ વ્યવસ્થાની ખામીઓને દૂર કરવા અને યોગ્ય મહેકમ નિર્ધારિત કરવા માટે આ વર્ષે વધુ સચોટ અને વ્યવસ્થિત પ્રક્રિયા અમલમાં મૂકી છે. શિક્ષકોની નિયુક્તિ અને વ્યવસ્થાને યોગ્ય દિશામાં લઈ જવા માટે આ પગલાં મહત્વપૂર્ણ સાબિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now