Home Gujarat Gujarat Police Recruitment 2026 Physical Test To Start From January 21

ગુજરાત પોલીસ ભરતી 2026 : 21 જાન્યુઆરીથી શરૂ થશે PSI-LRDની શારીરિક કસોટી! જાણો સંપૂર્ણ વિગતો

ગુજરાત પોલીસ ભરતી 2026
Published by: OBS Bureau
Last Updated: Jan 19, 2026, 09:09 AM IST

Gujarat Police Recruitment: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અન્વયે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (પો.સ.ઇ.) કેડરની 858 જગ્યાઓ અને લોકરક્ષક (કોન્સ્ટેબલ) કેડરની 12,733 જગ્યાઓ મળીને કુલ 13,591 જગ્યાઓની મોટા પાયે ભરતી પ્રક્રિયા ચાલુ છે. આ ભરતી માટે 10 લાખથી વધુ ઉમેદવારોએ ઓનલાઇન ઉમેદવારી નોંધાવી છે.

શારીરિક કસોટી (PET/PST)ની વિગતો અને તારીખો

આ તમામ ઉમેદવારોને રાજ્યના 15 નિર્ધારિત શહેરો/જિલ્લા/SRP જૂથ/તાલીમ કેન્દ્રોના પરીક્ષા ગ્રાઉન્ડ પર શારીરિક ક્ષમતા કસોટી (Physical Efficiency Test - PET) અને શારીરિક માપ કસોટી (Physical Standard Test - PST) માટે તારીખ 21 જાન્યુઆરી 2026 થી બોલાવવામાં આવ્યા છે.

પુરુષ ઉમેદવારોની કસોટી: 11 ગ્રાઉન્ડ પર તા. 21.01.2026 થી 13.03.2026 સુધી.

મહિલા અને માજી સૈનિક ઉમેદવારોની કસોટી: 4 ગ્રાઉન્ડ પર તા. 21.01.2026થી 06.03.2026 સુધી.

પારદર્શિતા અને સુરક્ષા માટેના વિશેષ પગલાં

ભરતી પ્રક્રિયાને સંપૂર્ણપણે પારદર્શક અને નિષ્પક્ષ રાખવા માટે બોર્ડે વ્યાપક વ્યવસ્થા કરી છે: દરેક ગ્રાઉન્ડ પર નાયબ પોલીસ મહાનિરીક્ષક/પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી ઇન્ચાર્જ તરીકે અને 90થી વધુ પોલીસ સ્ટાફની ટીમની નિમણૂક.

સુપરવિઝન માટે DIGP/IGP કક્ષાના અધિકારીઓની નિમણૂક.

તમામ ઉમેદવારોનું બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન અનિવાર્ય.

દોડ કસોટીમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ.

સમગ્ર પ્રક્રિયા CCTV કેમેરાની સતત નિગરાની હેઠળ.

શારીરિક માપણી (ઉંચાઈ/છાતી) આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા.

ગાંધીનગરમાં સેન્ટ્રલ કંટ્રોલ રૂમ દ્વારા તમામ ગ્રાઉન્ડનું રીઅલ-ટાઇમ મોનિટરિંગ.

મહત્વના ધોરણો (PET/PST) દોડ (PET):

પુરુષ: 5000 મીટર 25 મિનિટમાં.

મહિલા: 1600 મીટર 9 મિનિટ 30 સેકન્ડમાં.

માજી સૈનિક: 2400 મીટર 12 મિનિટ 30 સેકન્ડમાં.

શારીરિક માપ (PST):

પુરુષ (ST): ઉંચાઈ 162 સે.મી.

પુરુષ (અન્ય): ઉંચાઈ 165 સે.મી., છાતી 79-84 સે.મી. (ફુલાવો ઓછામાં ઓછો 5 સે.મી.).

મહિલા (ST): ઉંચાઈ 150 સે.મી.

મહિલા (અન્ય): ઉંચાઈ 155 સે.મી.

શૈક્ષણિક લાયકાત

પો.સ.ઇ. કેડર: સ્નાતક અથવા સમકક્ષ.

લોકરક્ષક કેડર: ધોરણ-12 અથવા સમકક્ષ.

આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને ટેક્નોલોજી આધારિત રહેશે. ઉમેદવારોને સલાહ છે કે માત્ર સત્તાવાર વેબસાઇટ (gprb.gujarat.gov.in અથવા ojas.gujarat.gov.in) પરથી જ માહિતી મેળવે અને અફવાઓથી દૂર રહે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now