Home Gujarat Gujarat Pmoindia Narendra Modi Lion Viral Video Jamnagar Vantara Reels Offbeatstories

વનતારામાં સિંહના બચ્ચાને રમાડતા જોવા મળ્યા વડાપ્રધાન : વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ અને સંરક્ષણ કેન્દ્રનું મોદીએ કર્યું ઉદ્ધાટન

વનતારામાં સિંહના બચ્ચાને રમાડતા જોવા મળ્યા વડાપ્રધાન
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 04, 2025, 08:38 AM IST

Vantara: પ્રધાનમંત્રી 3 દિવસની ગુજરાતની મુલાકાતે છે. ત્યારે વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ડે પર ગીર નેશનલ પાર્કની મુલાકાત બાદ પીએમ મોદી પહોંચ્યા જામનગર. જામનગર ખાતે પ્રધાનમંત્રી મોદીએ અંબાણી પરિવાર દ્વારા બનાવવામાં આવેલાં વનતારા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ અને સરંક્ષણ કેન્દ્રનું ઉદ્ધાટન કર્યું.

આ કેન્દ્રમાં 1.5 લાખથી વધુ રેસ્ક્યૂ કરેલા પ્રાણીઓ અને અદ્યતન પશુચિકિત્સા સુવિધાઓ છે. વનતારા કેન્દ્રમાં 2,000થી વધુ લુપ્તપ્રાય પ્રાણીઓની પ્રજાતિઓ છે. જ્યાં પીએમ મોદીના વન્ય પ્રાણીઓ પ્રત્યેના પ્રેમની ઝલક જોવા મળી. સિંહના બચ્ચાને રમાડતા દેખાયા પીએમ મોદી.

વનતારાની આધુનિક વન્યજીવ હોસ્પિટલ MRI, CT સ્કેન અને ICU સુવિધાઓથી સજ્જ છે. પીએમ મોદીએ આ હોસ્પિટલમાં આવેલા અદ્યતન પશુચિકિત્સા વિભાગનું નિરીક્ષણ કર્યું. જેમાં વન્યજીવ એનેસ્થેસિયા, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, એન્ડોસ્કોપી, ડેન્ટિસ્ટ્રી અને આંતરિક દવાઓ માટેના વિશિષ્ટ વિભાગોનો સમાવેશ થાય છે. તેમણે એશિયાટિક સિંહનું MRI અને હાઇવે અકસ્માત પછી જીવ બચાવતી સર્જરી કરાવતો ચિત્તો પણ નિહાળ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now