આજે અષાઢી બીજ છે ત્યારે દેશભરમાં રથયાત્રાનું આયોજન કરાયું છે. અમદાવાદ, પાટણ, ભાવનગર, વડોદરા સહિત રાજ્યમાં ઠેર ઠેર રથયાત્રા યોજાઈ છે. ત્યારે આ રથયાત્રામાં સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી પોલીસના શિરે છે, ત્યારે વડોદરામાં રથયાત્રાના બંદોબસ્ત દરમિયાન એક પોલીસ કર્મીનું મોત થયું છે.
બંદોબસ્ત દરમિયાન પોલીસ કર્મીનું મોત
વડોદરામાં રથયાત્રાના બંદોબસ્ત દરમિયાન પોલીસ જવાનને ગભરામણ અને ઉલ્ટી થતા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે, સારવાર દરમિયાન મોત થતા પોલીસ બેડામાં માતમ છવાયો છે. જેઓ પ્રતાપનગર હેડ ક્વાટર ખાતે રહેતા હતા અને હરણી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.
હાર્ટ એટેક આવ્યું પ્રાથમિક અનુમાન
સમગ્ર ઘટનાને પગલે પોલીસની ટીમો સયાજી હોસ્પિટલ ખાતે પહોંચી હતી. પ્રાથમિક વિગતો મુજબ બંદોબસ્ત દરમિયાન પોલીસ જવાનને હાર્ટ એટેક આવ્યું હોવાની વિગતો છે. જે પોલીસ કર્મીનું નામ નરેશ હરજીભાઈ રાઠવા, ઉંમર 38 હતી. જો કે, બનાવના પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

_f781bee9-2a39-4794-a635-ce7a3c155774.jpg)




