Home Gujarat Gujarat News Saurashtra After North Gujarat Heavy Rains

સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં આકાશી આફત! : મંદિર પર પડી વીજળી, ટપકની નળીઓ તણાઈ, મકાનો ધરાશાયી

સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં આકાશી આફત!
Published by: OBS Bureau
Last Updated: Jun 27, 2025, 04:54 AM IST

રાજ્યમાં વરસાદે જમાવટ કરી છે, સૌરાષ્ટ્રનો વારો કાઢ્યા બાદ હવે ઉત્તર ગુજરાતમાં મેઘો મૂશળધાર વરસ્યો છે. પાલનપુર હોય કે મહેસાણા વરસાદ અવિરત વરસ્યો છે, જેના કારણે લોકોની હાલત કફોડી બની છે.
મંદિર પર કડાકા-ભડાકા સાથે વીજળી પડી
બનાસકાંઠામાં પાલનપુરના રતનપુર ગામમાં રામેશ્વર મહાદેવ મંદિર પર કડાકા-ભડાકા સાથે વીજળી પડી છે. વીજળીના કારણે જળાધારીના પથ્થરો 200 સુધી ઊડીને પડ્યા હતા. તો બીજી તરફ સાબરકાંઠાના વડાલીમાં ખેતરોનો પાક સાથે ટપક સિંચાઈની નળીઓ તણાઈ છે. 21 તારીખની સાંજ પછી રાત્રેથી સાબરકાંઠામાં વરસાદે જમાવટ કરી છે.
ખેડબ્રહ્મામાં 4 મકાન ધરાશાયી
ખેડબ્રહ્મામાં 21 તારીખ પછી શરૂ થયેલા વરસાદના કારણે 4 મકાન ધરાશાયી થયા છે તેમજ 5 પશુનાં મોત થયાની વિગતો પણ સામે આવી છે. ગલોડિયામાં ચારે બાજુ પાણી ફરી વળતા ખેતી પાકમાં નુકસાન થયું છે. ચોકમાં કેડસમા પાણી ભરાઈ ગયા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now