છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 199 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં સૌથી વધુ 5.6 ઇંચ વરસાદ નોંધાયો છે, જયારે સાબરકાંઠાના ઈડરમાં 5.5 ઇંચ, બનાસકાંઠાના ધાનેરામાં 5.2 ઇંચ, રાજકોટના ધોરાજીમાં 4.6 ઇંચ, જામનગરના જોડિયામાં 4 ઇંચ, કચ્છના મુન્દ્રામાં 3.86 ઇંચ, જામનગરના લાલપુરમાં 3.7 ઇંચ, રાજકોટના જેતપુરમાં 3.46 ઇંચ અને સુરેન્દ્રનગરના વઢવાણમાં 3.31 ઇંચ વરસાદ થયો છે.
ઉત્તર ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ
રાજ્યના કુલ 77 તાલુકાઓમાં એક ઇંચથી પોણા છ ઇંચ સુધી વરસાદ થયો છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઉભી થઇ છે. હવામાન વિભાગે દ્વારા ઉત્તર ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
વાવમાં માત્ર 4 કલાકમાં 3 ઇંચ વરસાદ
બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારે જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને વાવમાં માત્ર 4 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. થરાદમાં પોણા 3 ઇંચ અને સુઈગામમાં 1.25 ઇંચ વરસાદ થયો છે. ઉપરાંત ભાભર, દિયોદર અને લાખણી જેવા વિસ્તારોમાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.






