ગુજરાતની પેટા ચૂંટણી હેમખેમ પૂરી થઈ છે, જેનું પરિણામ પણ સામે આવી ગયું છે. જેમાં વીસાવદર 'આપ'ના ખાતમાં ગઈ છે, જ્યારે કડી ફરીથી ભાજપના હાથમાં ગઈ છે. જો કે, વીસાવદર બેઠક ફરી આમ આદમી પાર્ટીના ખાતામાં જતા આમ આદમીમાં ભારે ઉત્સાહ છે. જો કે, બીજી તરફ AAPના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ દંડક પદેથી રાજીનામું ધરી દેતા આમ આદમી પાર્ટીમાં ફરી ખળભળાટ મચ્યો છે. તો બીજી તરફ AAPના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ધારાસભ્ય ઉમેશ મકાવાણાને આમ આદમી પાર્ટીમાંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.
''જાતિવાદી વિચારધારા વાળા લોકોનું વર્ચસ્વ વધી રહ્યું છે''
ઉમેશ મકવાણાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી પોતાનો રોષ ઠાલવતા કહ્યું કે, ''ગુજરાતમાં ઘણા વર્ષોથી દરેક પક્ષમાં જાતિવાદી વિચારધારા વાળા લોકોનું વર્ચસ્વ વધી રહ્યું છે, 2020 પહેલા હુ ભાજપમાં હતો ત્યાર બાદ હું આપમાં જોડાયો અને 2022માં હુ ધારાસભ્ય બન્યો તેમજ મેં 5 વર્ષમાં અલગ અલગ હોદ્દા પર સેવા આપી, પણ જ્યારે પછાત સમાજના લોકોના પ્રશ્નો ઉઠાવવાના હોય ત્યારે દરેક પક્ષના લોકો પાછી પાની કરે છે, દરેક પક્ષમાં પછાત સમાજના મુખ્યમંત્રી બનાવામાં નિષ્ફળ નીવડ્યા છે. મારી પાર્ટીમાં પણ જ્યારે હોદ્દા આપવાની વાત હોય ત્યારે કોળી સમાજના નિગમ, શિક્ષણની વાત આવે ત્યારે બધા તેમની વોટ બેંકનો ઉપયોગ કરે છે.
''ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું નથી''
તેમણે કહ્યું કે, ''મેં AAPમાં કામ શરૂ કર્યું હતું, પરંતુ હુ આજે દંડક પદથી રાજીનામું આપુ છું, અને આપના જોઇન્ટ સેક્રેટરીના પદેથી પણ રાજીનામું આપુ છું, કેજરીવાલને મેં રાજીનામું આપી દીધું છે, એટલે કે, બધા હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે પરંતુ ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું નથી''
ઉમેશ મકવાણાને AAPએ 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા
જો કે, બીજી તરફ ઉમેશ મકવાણાના આ રાજીનામા મુદ્દે તેમજ તેમના દ્વારા કરાયેલા આક્ષેપોને લઈ આમ આદમી પાર્ટી તેમને પક્ષામાંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ ટ્વીટ કરી લખ્યું કે, ''પાર્ટી વિરોધી તેમજ ગુજરાત વિરોધી ગતિ વિધિઓના કારણે ઉમેશ મકવાણાને આપ પાર્ટી માંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે''
અમદાવાદ માટે કોંગ્રેસનો 'માસ્ટર પ્લાન'!: સ્થાનિક ચૂંટણી માટે કોંગ્રેસે બહાર પાડ્યો મેનિફેસ્ટો, જાણો શું છે વાયદા






