Home Gujarat Gujarat News Mehsana Dudhsagar Dairy Chairman And Vice Chairman Clashes

દૂધસાગર ડેરીમાં ચેરમેન અને વાઈસ ચેરમેન બાખડ્યા! : ચેરમેન પર લગાવ્યો ગંભીર આરોપ, જૂથવાદ ચરમસીમાએ?

દૂધસાગર ડેરીમાં ચેરમેન અને વાઈસ ચેરમેન બાખડ્યા!
Published by: OBS Bureau
Last Updated: Jun 27, 2025, 11:36 AM IST

મહેસાણામાં દૂધસાગર ડેરીમાં બોર્ડની બેઠકમાં બબાલ થયાની વિગતો સામે આવી છે. ચેરમેને વાઈસ ચેરમેનને ચાલું મીટીંગમાં લાફો ઝીંકી દીધોનો આક્ષેપ કર્યો છે. જો કે, દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી અને વાઈસ ચેરમેન યોગેશ પટેલે સામે સામે આક્ષેપ કર્યા છે. આ મામલા બાદ મહેસાણાનું રાજકારણ ગરમાયું છે.
''ઉશ્કેરાઈને જે બંને મારા પર હુમલો કર્યો''

વાઈસ ચેરમેન યોગેશ પટેલે કહ્યું કે, ''આજે અમારી બોર્ડની મીટીંગ હતી, જેમાં કેટલાક પ્રશ્નો હતા, કેટલાક મારી પાસે મુદ્દાઓ હતા જે હું પૂછતો હતો, જેમાં મારા મુદ્દાઓ સાચા હતા તેમના મુદ્દાઓ ખોટા હતા. અત્યારે ડેરી પર 1790 કરોડ રૂપિયાનું દેવું છે પરંતુ સાગર પત્રિકામાં ખોટો આંકડો લખેલો હતો, જે મુદ્દાઓ પર આ લોકો ઉશ્કેરાયા હતા, જેમાં અશોક ચૌધરી અને દિલીપ ચૌધરી ઉશ્કેરાઈને જે બંને મારા પર હુમલો કર્યો હતો. જે દરમિયાન મારી ચેર અને ચશ્માન પણ તોડી નાંખ્યા હતા''
''...જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે તમામ પાયાવિહોણા''

તો બીજી તરફ દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ કહ્યું કે, ''અમારી દર મહિને બેઠક મળતી હોય છે તે પ્રમાણે આ વખતે બેઠક મળી હતી. જેમાં યોગેશ પટેલના કેટલાક પ્રશ્નો હતા તેના અમે શાંતિથી જવાબો આપ્યા હતા, ત્યારબાદ તેઓ અપશબ્દો બોલવા લાગ્યા હતા અને અચાનક મીટીંગ છોડીને નીકળી ગયા હતા અને તેમના દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે તમામ પાયાવિહોણા છે''

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now