એક કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જે નિવેદન આપ્યું તેનો વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ધવલસિંહ ઝાલા મંચ પરથી કહી રહ્યાં છેકે, 'મારા મિત્ર ભૂપેન્દ્રસિંહ ઝાલાને અભિનંદન આપવા હું આવ્યો છું. એમને એકના બે કેવી રીતે કરવા એ સારી રીતે આવડે છે.
સરકારી કર્મચારીઓ અને શિક્ષકોના જેણે કરોડો રૂપિયા ચાંઉ કર્યા છે અને સીઆઈડી ક્રાઈમની રેડ બાદ જે ભુગર્ભમાં ઉતરી ગયો છે એ ભૂપેન્દ્રસિંહ ઝાલા ધારાસભ્ય ધવલસિંહના મિત્ર છે.
ઉલ્લેખનીય છેકે, હાલમાં જ સીઆઈડી ક્રાઈમે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં દરોડા પાડીને એક કા તીન કરતા રાજકીય નેતાને ત્યાં દરોડા પાડ્યા હતાં. જેમાં CID ક્રાઈમે સૌથી મોટો ધડાકો કર્યો હતો કે, ભૂપેન્દ્રસિંહ ઝાલા નામનો શખ્સ ગેરકાયદે રીતે લોકોને પૈસા ડબલ કરવાની લાલચ આપીને કરોડો રૂપિયા ઉઘરાવતો હતો. આ શખ્સે સરકારના નિવૃત્ત કર્મચારીઓ અને શિક્ષકોને પોતાના સોફ્ટ ટાર્ગેટ બનાવ્યા હતાં. રાજકીય વગદાર શખ્સે ફેરવ્યું 6000 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું હોવાના સમાચારો પણ ખુબ ગાજ્યા હતાં. ત્યારે હવે આ જ શખ્સના ભરપેટ વખાણ કરતા ધારાસભ્યનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ખુબ કરી રહ્યાં છે એકના બે કરવાની વાત! ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ખુદ મંચ પરથી કહી રહ્યાં છેકે, ભૂપેન્દ્રસિંહ ઝાલા મારા ખાસ મિત્ર છે. હું તેમને અભિનંદન આપવા અહીં આવ્યો છે. મારા મિત્રને એક ના બે કરતા ખુબ સારી રીતે આવડે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. કારણકે, એક તરફ સીઆઈડી ક્રાઈમ જે ભૂપેન્દ્રસિંહ ઝાલાને કરોડોનું ફુલેકું ફેરવનાર આરોપી ગણાવી રહી છે, બીજી તરફ એ જ શખ્સને ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પોતાના મિત્ર ગણાવી રહ્યાં છે.






