Offbeat Team: મહીસાગર જિલ્લા કલેકટર નેહા કુમારીના વિવાદિત વિડિયો મામલો હવે વધુને વધુ વકરતો જાય છે. જિલ્લા કલેક્ટરના વિવાદિત વિડિયો નિવેદનને લઈ ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય અનંત પટેલે લુણાવાડા સર્કિટ હાઉસ ખાતે યોજી પત્રકાર પરિષદ. સંવિધાન દિવસે વાસિયા તળાવ ખાતે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.
જિલ્લા કલેકટર દ્વારા વિવાદિત વીડિયોમાં કરેલ ટિપ્પણી જેમાં 90 ટકા એટ્રોસિટી એક્ટના કેસ ખોટા અને બ્લેકમેઇલ કરવા થાય છે તે અંગે કલેકટર પાસે ખુલાસો માંગવામાં આવશે. કલેકટર કચેરી પહોંચી નેહા કુમારીના નિવેદન અંગે જવાબ પુરાવા માંગવામાં આવશે. કલેકટર નેહા કુમારીને સરકાર સસ્પેન્ડ તેમજ ખાતાકીય કાર્યવાહી કરે તેવી પણ બન્ને ધારાસભ્યો દ્વારા કરાઇ માંગ.
આજે પણ જિલ્લા કલેકટર ને મળી માગવામાં આવશે નિવેદન અંગે પુરાવા. જિલ્લા સેવા સદન ખાતે જઈ જિલ્લા કલેકટર નેહા કુમારી ને મળશે. આગામી 6 તારીખે બાબાસાહેબ નિર્વાણ દિવસે કલેકટર કચેરીનો ઘેરાવ કરી ઉગ્ર આંદોલનની આપી ચીમકી. મોટી સંખ્યા માં લોકો સાથે કરવામાં આવી જિલ્લા કલેકટર કચેરી નો ઘેરાવો.






