Home Gujarat Gujarat News Local News Chhota Udepur School Student Teacher Crime News Offbeat Stories

ફરી એકવાર ગુરુની ગરિમાને લાગ્યું લાંચ્છન : શાળાના શિક્ષકે બાળકી સાથે કર્યા શારીરિક અડપલાં, છોટા ઉદેપુરની એક શાળાના શિક્ષકની કરતૂત

ફરી એકવાર ગુરુની ગરિમાને લાગ્યું લાંચ્છન
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 30, 2024, 06:53 AM IST

છોટા ઉદેપુરની એક શાળાના શિક્ષકે  શાળાની એક બાળકી સાથે શારીરિક અડપલા કર્યા. બાળકીના પિતાએ છોટા ઉદેપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ. નરાધમ શિક્ષકે ધો.9 ની વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યાની ઘટનાથી પંથકમાં મચી ચકચાર. વિદ્યાર્થિનીને શાળાના પગથિયાં ઉપર બોલાવી શિક્ષક સંજય પારેખે બાળકી પાસે બીભત્સ માંગણી કરી.બાળકીએ ના પાડતા શિક્ષકે બાળકો સાથે શારીરિક અડપલા કર્યા હતા. શિક્ષકે વિદ્યાર્થિનીના ફોટા વાયરલ કરવાની આપી ધમકી. એટ્રોસિટી એક્ટ હેઠળ દાખલ કરવામાં આવ્યો ગુનો.


છોટા ઉદેપુર નગરની એક શાળાના 51 વર્ષીય શિક્ષક દ્વારા શાળાની એક બાળકી સાથે શારીરિક અડપલા કર્યા ની જીલ્લાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. છોટા ઉદેપુર નગરના એક શિક્ષક દ્વારા ગત 25 નવેમ્બરના રોજ બપોરના સાડા ત્રણ વાગ્યે શાળાના આધેડ વયના નરાધમ શિક્ષક સંજય પારેખ દ્વારા ધો.9 માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને શાળાના પગથિયાં ઉપર બોલાવવામાં હતી.જ્યાં નરાધમ શિક્ષક સંજય પારેખ દ્વારા બાળકી પાસે બીભત્સ માંગણી કરવામાં આવી હતી.


બાળકીએ ના પાડતા શિક્ષકે બાળકો સાથે શારીરિક અડપલા કર્યા હતા. જેને લઇને બાળકી ડઘાઈ ગઈ હતી.ત્યારે શાળાના નરાધમ શિક્ષક સંજય પારેખ દ્વારા બાળકીને જો તું ના પાડીશ તો તારા ફોટો હોસ્ટેલમાં મોકલી આપવાની ધમકી પણ આપવામાં આવી હતી.જેથી બાળકીએ હોસ્ટેલની મેડમ સાથે વાત કરવાનું કહેતા શાળાના સ્ટાફ દ્વારા વાત કરવા દેવાયા ન હતી. જેથી બાળકી હોસ્ટેલ જતી રહી હતી. જ્યાં જઈને શાળાના વોર્ડન ને જણા કરતા વોર્ડન દ્વારા બાળકીના વાલીને  જાણ કરીને બાળકીના વાલીએ છોટા ઉદેપુર પોલીસ મથકે નરાધમ શિક્ષક સંજય પારેખ સામે છેડતી તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી શિક્ષકને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. છોટા ઉદેપુરની શાળાના શિક્ષક દ્વારા અગાઉ પણ બે વખત આવી રીતે છેડતી કરવામાં આવી હોવાનું બાળકીએ જણાવ્યું હતું પરંતુ બે વખત માફ કરી દિધો હતો. પરંતુ આ શિક્ષક દ્વારા ત્રીજી વખત છેડતી કરતા બાળકીએ પોતાની હોસ્ટેલના  વોર્ડન અને પોતાના પરિવારને જાણ કરીને ફરિયાદ દાખલ કરાવી હતી.





joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લગ્નસરાની સીઝનમાં ગેસના ફાંફા!
અમદાવાદના શિવરંજની BRTS સ્ટેન્ડ પર ભીષણ આગ
Play Video
ભરૂચની ઔદ્યોગિક ત્સુનામી
ગુજરાતમાં Uniform Civil Code નો યુગ શરૂ
રશિયા યુક્રેન યુદ્ધ અફવા મામલે તંત્રની લાલ આંખ