રાજ્યમાં મેઘરાજાએ જોરદાર જમાવટ કરી છે, આ વરસાદે કેટલાક વિસ્તારોમાં તો રીતસરનો વિનાશ વેર્યો છે તો ક્યાંક ખુશી લહેરાવી છે. જો કે, આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, ''હવે અરબ સાગરની સિસ્ટમ સક્રિય થશે. જેના પગલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે''
અંબાલાલ પટેલની 'ભારે' આગાહી
અંબાલાલ પટેલની આગાહી મુજબ સુરત, નવસારી, ભરૂચ, તાપી, રાજપીપળા, ખંભાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સાથો સાથ ઉત્તર અને દક્ષિણના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદની વકી છે. વડોદરામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ તરફ મહેસાણા, કડી, કલોલ, વિરમગામ, સાણંદ જેવા વિસ્તારમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
'...એક પછી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે'
હવામાન નિષ્ણાંતે કહ્યું કે, ''અરબ સાગરમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જેના પગલે લો પ્રેશર થશે અને જેના પરિણામે વરસાદ ખાબકી શકે છે. 30 જૂન સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ વરસી શકે છે''
આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી
ખેરાલું, વડનગર, માણસા, ગાંધીનગર, અરવલ્લી, પંચમહાલ, સાબરકાંઠા, સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. સાથો સાથ કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોનું 5 મું લિસ્ટ જાહેર: ભાજપ-કોંગ્રેસના ગઢમાં મચશે ખળભળાટ?






