આજે 28 જૂનના રોજ ગાંધીનગર ખાતે પાટીદાર સમાજના અગ્રણીઓની બેઠક મળવા જઈ રહી છે. જો કે, આ બેઠક પાટીદાર સમાજમાં દેખાતા પ્રાણપ્રશ્નોને લઈ મળવાની હોવાની જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ રાજકીય ગલિયારીઓમાં અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. અત્રે જણાવીએ કે, આ બેઠકમાં પાટીદાર આંદોલનથી જોડાયેલા મુખ્ય આંદોલનકારીઓ અને લડાયક સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેવાના છે.
પાટીદાર સમાજની બેઠકને લઈ તર્ક વિતર્ક તેજ!
ગાંધીનગર ખાતે મળનારી પાટીદાર સમાજના અગ્રણીઓની બેઠકમાં રાજકીય મુદ્દાઓ તેમજ રાજકીય સ્થાન આપવા મુદ્દે ચર્ચા થશે તેવી પણ સૂત્રો પાપ્ત વિગતો છે. જો કે, ગોપાલ ઈટાલિયાની જીત બાદ અને મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે યોજાતી પાટીદાર સમાજના યુવાનો અને અગ્રણીઓને બેઠકને લઈ રાજકીય નિષ્ણાંતો અનેક તર્ક વિતર્ક સાંધી રહ્યાં છે.
''દીકરીઓ લગ્ન કરે છે તેમાં માતા-પિતાની સહી ફરજિયાત...''
આ બેઠક મુદ્દે દિનેશ બામણીયાએ જણાવ્યું છે કે, ''પાટીદાર સમાજના યુવાનો અને અગ્રણીઓ દ્વારા ગાંધીનગર ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વ મુદ્દાઓ સમાજિક પરિસ્થિતિમાં પાટીદાર સમાજને તકલીફો પડી રહી છે, જેમ કે, એજ્યુકેશન બાબત હોય કે, પછી સામાજિક પ્રશ્ન હોય, જેમાં પણ ખાસ કરીને દીકરીઓ ભાંગીને લગ્ન કરે છે તેમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવામાં આવે તે મુખ્ય વિષય છે, સાથો સાથ ઓનલાઈન ગેમિંગથી લઈને વ્યાજના ચક્રોમાં જમીનો પડાવી લેવામાં આવે છે તે બાબતે એક જાગૃત્તિનો અભિયાન પણ આ સમિતિ દ્વારા ચલાવવામાં આવશે''
"કોંગ્રેસના આગેવાનોએ કહ્યું, 'તમે આવી રીતે બોલજો'": ભાવનગરના પૂર્વ નગરસેવિકા સેજલ ગોહિલનું કોંગ્રેસથી ભાજપમાં અચાનક વાપસીનું રહસ્ય શું?


_ad5b7b8c-e137-4ee0-abc5-1c11abf7a04d.jpg)



