Home Gujarat Gujarat News Breaking News Bjp Leader Offbeat Stories Fraud Cid Crime Red Crime News Government Employed Teachers

CID ક્રાઈમનો સૌથી મોટો ધડાકો : રાજકીય વગદાર શખ્સે ફેરવ્યું 6000 કરોડનું ફૂલેકું, નિવૃત્ત સરકારી કર્મચારીઓ અને શિક્ષકોને બનાવાયા ટાર્ગેટ

CID ક્રાઈમનો સૌથી મોટો ધડાકો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 27, 2024, 12:57 PM IST

યજગુજરાત રાજ્યના CID ક્રાઇમના એડીશનલ ડીજીપી રાજકુમાર પાંડિયને ગાંધીનગર ખાતેની પોલીસ મહાનિર્દેશક કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને હજારો કરોડનું ફૂલેકું ફેરવનારા નેતાજી અંગે કર્યો મોટો ધડાકો. CID ક્રાઇમના એડીશનલ ડીજીપી રાજકુમાર પાંડિયને જણાવ્યુંકે, વિવિધ ફરિયાદોને આધારે લાંબા સમયથી સીઆઈડીની ટીમ આ બાબત પર નજર રાખી રહી હતી. ખાસ કરીને છેલ્લાં એક મહિનાથી ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ જગ્યાએ સરવેલન્સ ગોઠવી વિવિધ સ્થળે રેડ કરવામાં આવી છે. જેમાં ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા માં પોંઝી સ્કીમ ચલાવી રહેલ છે એવી બાતમી મળી હતી. લાયસન્સ મેળવ્યા વિના 3 ટકા થી 36 ટકા વ્યાજ આપવાની લાલચ આપી 2020 થી શરું કરેલ 2 એકાઉન્ટ માં કરોડો રૂપિયાનું ટ્રાજેક્શન પણ સામે આવ્યું.





લેટેસ્ટ અપડેટઃ


  • સીઆઈડી ક્રાઈમની ટીમ પહોંચી ગ્રોમોર શૈક્ષણિક કેમ્પસ પહોંચી

  • શૈક્ષણિક કેમ્પસ ખાતે ટીમ દ્વારા શરૂ કરાઈ તપાસ

  • સીઆઇડી ક્રાઇમ ની ટીમ પહોંચતા થઈ શકે છે વધુ ખુલાસા

  • ગ્રોમોર કેમ્પસને બીઝેડ ગ્રુપના સંચાલકે એક વર્ષ અગાઉ ખરીદ્યુ હતુ

  • સોદા થયા મુજબ પૈસા નહિં ચુકવાતા કેમ્પસ પર મુળ માલિકોએ કબજો પરત કર્યો હતો

  • જોકે કેમ્પસના કેટલાક હિસ્સાનો વપરાશ ભૂપેન્દ્ર ઝાલા કરતો હોઈ તપાસ હાથ ધરાઈ


નિવૃત્ત સરકારી કર્મચારીઓ અને શિક્ષકોને બનાવાયા સોફટ ટાર્ગેટઃ

ખુબ ઝડપથી પૈસા ડબલ કરી આપવાની આપવામાં આવતી હતી લાલચ. એક જ વર્ષમાં 36 ટકા સુધીનું વ્યાજ આપવાની અપાઈ હતી લાલચ. બે થી ત્રણ વર્ષમાં એફડીના પૈસા ડબલ થઈ જશે એવી લાલચ આપીને આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લોકો પાસે પડાવ્યા છે 6000 કરોડ કરતા પણ વધારે રૂપિયા. હજુ પણ આ અંગે તપાસ ચાલુ છે. આ રકમ આનાથી વધારે પણ હોઈ શકે છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા ભાજપનો નેતા હોવાનું સામે આવતા મચ્યો હડકંપ. જોકે, આ અંગે પોલીસ નથી પાડી રહી મગનું નામ મરી.


રાજકીય વગદાર આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. જેણે સરકારી નિવૃત્ત કર્મચારી, ટીચરજેવા ઓ ને લાલચ આપી મલટી લેવલ માર્કેટિંગ કરી ફ્રોડ કરેલ છે. શરૂવાત માં થોડા પૈસા આપી વિશ્વાસ મેળવી લેવામાં આવતો. ઓફિસ ખાતે થી રોકડા 16.37.લાખ, 2 કોમ્પ્યુટર ડિસ્પ્લે, 11 મોબાઈલ, લોકો ના 338 ફોર્મ, 3 લેપટોપ અલગ અલગ રબર સ્ટેમ્પ, પાન કાર્ડ , સહી વાળી ચેક બુક, બંધ કવર, 4 પ્રિન્ટર, 2 cpu મુદ્દા મલ કબજે કર્યો છે. હાલ 1 ઇજન્ટ કામ કરતા હોવાનું સામે આવ્યું છે જેનું અનંત દરજી નામ છે. જ્યારે આ કેસનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ પરવતસિંહ ઝાલા હાલ ભુગર્ભમાં ઉતરી ગયો છે, પોલીસ તેની તપાસ કરી રહી છે. 1 એજન્ટ પકડાયો છે હજુ તપાસ ચાલુ છે..બીજા પણ સામે આવશે.


એજન્ટ ને 5 ટકા થી 25 ટકા જેટલું કમિશન આપવાની લાલચ આપતો હતો. અલગ અલગ જિલ્લા માં ઓફિસ કરી એજન્ટ બનાવી કામ કરતો હોવાનું જણાયું છે. 6હજાર કરોડ અન વેરીફાઈ ઇનપુટ હતા.હજુ તપાસ ચાલુ છે. વધુ હોઈ શકે. 1.75 કરોડ ના નાણાં કીય વ્યવહાર બેંક દ્વારા કર્યા હોવાની જાણકારી મળી છે. જે લોકો ને પણ ખબર પડે કે આવી સ્કીમો ચાલે છે..તેઓ એ એમને જાણકારી આપવી જોઈએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
"ગુજરાતમાં બિહાર જેવો માહોલ, જનતાને પોલીસ પર ભરોસો નથી"
અમદાવાદ મેટ્રો કેટલી સફળ કેટલી નિષ્ફળ?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપે ચાલી મોટી ચાલ
પેટ્રોલના અછતની વાતો માત્ર અફવા, સરકારનું આવ્યું મોટું નિવેદન!
લગ્નસરાની સીઝનમાં ગેસના ફાંફા!