Home Gujarat Gujarat News Bharuch Mnrega Scam Hira Jothva Police Officer Statement

ભરુચ મનરેગા કૌભાંડમાં હીરા જોટવાનો શું રોલ? : ભરૂચ SPએ કહ્યું કે, ''....ચકાસી ત્યારે ખબર પડી કે..''

ભરુચ મનરેગા કૌભાંડમાં હીરા જોટવાનો શું રોલ?
Published by: OBS Bureau
Last Updated: Jun 27, 2025, 01:34 PM IST

Bharuch MNREGA Scam:  ભરુચમાં થયેલા મનરેગા યોજનાના કૌભાંડમાં કોંગ્રેસના નેતા હીરા જોટવાની ગઈકાલે મોડી રાત્રે ગીર સોમનાથથી ધરપકડ કરાઈ છે. ત્યારે તે સમગ્ર મામલે ભરૂચ SPનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ''હીરા જોટવા જેમને અમે ગઈકાલે ગીર સોમનાથી એરેસ્ટ કર્યા છે, જેમના પરિવારના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયેલા છે, જેના પગલે અમે પૂછપરછ હાથ ધરી છે તે ઉપરાંત હાંસોટના ટેકનિકલ ઓપરેટર રાજેશ ટેલરની પણ અટકાયત કરી છે''
''કોલ અને બેન્ક ડિટેલ્સ ચકાસી ત્યારે ખબર પડી કે..''
ભરૂચ SPએ કહ્યું કે, ''હીરા જોટવાની અન્ય એજન્સીઓની કોલ ડિટેલ્સ તેમજ બેન્ક ડિટેલ્સ ચકાસી ત્યારે ખબર પડી કે, હીરા ડોટવાનો પુત્ર દિગવિજય જોટવા પણ આ સરકારી નાંણાની પણ ઉચાપત કરી છે, ત્યારે તેની પણ અટકાયત કરી છે''. વધુમાં કહ્યું કે, ''આ કેસમાં અત્યાર સુધીમાં આ કેસમાં ત્રણ લોકોની અટકાયત કરી છે, આ લોકોએ કંઈ રીતે નાણાં એકત્ર કર્યા તેમજ મટિરિયલ્સ સપ્લાય કર્યા વિના કામ પૂરૂ કર્યું તે અંગે આગામી સમયમાં તપાસ કરી બહાર પાડવામાં આવશે''

હીરા જોટવા કોણ છે ?
2024ની લોકસભાની ચૂંટણી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જૂનાગઢ બેઠક પર ભાજપના રાજેશ ચુડાસમા સામે લડી હતી. જેઓ આહીર સમાજના અગ્રણી છે. જેઓ 1991માં સુપાસી ગામના સંરપંચ બન્યા હતા. 1995માં વેરાવળ યુથ કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા ત્યારબાદ 2000માં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ અને 2005માં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ બક્ષીપંચ મોરચા પ્રમુખ તો 2003માં જૂનાગઢ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ બન્યા હતા. 2006માં વેરાવળ તાલુકા કોંગ્રેસના પ્રમુખ અને 2010માં જૂનાગઢ જિ.પં.માં સભ્ય તેમજ વિપક્ષ નેતા બન્યા હતા. તો 2019માં પ્રદેશ કોંગ્રેસના જનરલ સેક્રેટરી રહ્યાં અને 2023માં કેશોદ બેઠકથી વિધાનસભા ચૂંટણી હાર્યા તેમજ 2024ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now