Bharuch MNREGA Scam: ભરૂચ જિલ્લામાં થયેલા મનરેગા યોજના કૌભાંડનો રેલો હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા સુધી પહોંચ્યો છે. મનરેગા યોજનાના 430 જેટલા કામમાં 7.30 કરોડના ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસ નેતા હીરા જોટવાની સાથે હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટર હિરેન ટેલરની ધરપકડ કરવામાં આવી છે.
મનરેગા કૌભાંડનો રેલો કોંગ્રેસ નેતા સુધી પહોંચ્યો
ચકચારીત મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા સાથે હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટર હિરેન ટેલરની પોલીસે ધરપકડ કરી છે. મોડી રાત્રે ભરૂચ એ ડિવિઝન ખાતે હીરા જોટવાની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. અત્રે જણાવીએ કે, મનરેગા યોજના કૌભાડમાં રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના દિકરાઓની પણ ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જો કે, હવે આ જ કૌભાંડનો રેલો કોંગ્રેસ નેતા સુધી પહોંચ્યો છે.
હીરા જોટવા કોણ છે ?
2024ની લોકસભાની ચૂંટણી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જૂનાગઢ બેઠક પર ભાજપના રાજેશ ચુડાસમા સામે લડી હતી. જેઓ આહીર સમાજના અગ્રણી છે. જેઓ 1991માં સુપાસી ગામના સંરપંચ બન્યા હતા. 1995માં વેરાવળ યુથ કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા ત્યારબાદ 2000માં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ અને 2005માં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ બક્ષીપંચ મોરચા પ્રમુખ તો 2003માં જૂનાગઢ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ બન્યા હતા. 2006માં વેરાવળ તાલુકા કોંગ્રેસના પ્રમુખ અને 2010માં જૂનાગઢ જિ.પં.માં સભ્ય તેમજ વિપક્ષ નેતા બન્યા હતા. તો 2019માં પ્રદેશ કોંગ્રેસના જનરલ સેક્રેટરી રહ્યાં અને 2023માં કેશોદ બેઠકથી વિધાનસભા ચૂંટણી હાર્યા તેમજ 2024ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હતા.
"અમદાવાદ માટે કોંગ્રેસનો 'માસ્ટર પ્લાન'!": સ્થાનિક ચૂંટણી માટે કોંગ્રેસે બહાર પાડ્યો મેનિફેસ્ટો, જાણો શું છે વાયદા


_9f921c75-4001-4933-ad18-f18d761f6f2e.jpg)



