ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદે દસ્તક દીધી છે. આજે 33 જિલ્લાના 128 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે, તો આ ચોમાસની સિઝનમાં અત્યાર સુધીમાં 31 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. તો બીજી તરફ હજુ પણ વરસાદની વકી યથાવત છે. હવામાન વિભાગે તો આગામી પાંચ દિવસ સુધી આગાહી કરી જ છે. જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની શું કહે છે, તેમની આગાહી જાણીએ.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, જુલાઈ મહિનાની શરૂઆતમાં વરસાદનું જોર વધશે, જેના પગલે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. તેમણે આગાહી કરતા કહ્યું કે, 1.5 કિ.મીની હાઈટ વાળા વાદળો ગુજરાત પર સક્રિય થયા છે. જેના પગલે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. જેમાં પણ સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.
''નાના ડેમ ઓવર ફ્લો થશે''
જૂલાઈ મહિનાની 9 થી 15 સુધીમાં વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. તેમણે ખેડૂતોને સલાહ આપી છે કે, જુલાઈ મહિના પછી ખેડૂતભાઈઓએ લીલા ખેતરમાં આંતરખેડ ન કરવી તેમજ પશુપાલન સાથે સંકળાયેલા લોકોએ પશુનું ખાસ ધ્યાન રાખવું. આ સાથે જ અંબાલાલ પટેલ જુલાઈ મહિનામાં નાના ડેમ ઓવર ફ્લો થવાની પણ આગાહી કરી છે.
Sanand Drug Racket: કપડાંની દુકાનની આડમાં ચાલતા ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ, રાજસ્થાન કનેક્શન સાથે 4 શખ્સો પોલીસ સકંજામાં


_ec1ee873-3b48-4d07-9c5d-c295b8953831.jpg)



