રાજ્યના હવામાનને લઈ અંબાલાલ પટેલની ફરી એકવાર આગાહી સામે આવી છે. તેમના જણાવ્યા મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબકશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં પલટો આવશે જેના કારણે વરસાદી માહોલ જામશે તેવી વાત પણ અંબાલાલ પટેલે કરી છે.
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં 4 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતમાં પાટણ સહિતના જિલ્લામાં વરસાદની શક્યતાઓ છે તેમજ સૌરાષ્ટ્રમાં જામનગર સહિતના જિલ્લાઓમાં વરસાદની વકી વ્યક્ત કરી છે. જો કે,આ તરફ કચ્છમાં પણ વરસાદની આગાહી કરી છે.
12 જૂનથી ચોમાસાનો પ્રારંભ થશે?
અંબાલાલ પટેલે ચોમાસા અંગે આગાહી કરતા કહ્યું કે, ગુજરાતમાં 12 જૂનથી ચોમાસાનો પ્રારંભ થશે તેમજ 18 જૂન સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.
આ વર્ષે સરેરાશ કરતા વધુ વરસાદની શક્યતા
હવામાન વિભાગ અને સ્કાયમેટના અંદાજ મુજબ, આ વર્ષે ગુજરાતમાં ચોમાસા દરમિયાન દર વર્ષની સરખામણીએ વધુ વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં વરસાદનું જોર વધારે રહેવાનું અનુમાન છે.
Sanand Drug Racket: કપડાંની દુકાનની આડમાં ચાલતા ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ, રાજસ્થાન કનેક્શન સાથે 4 શખ્સો પોલીસ સકંજામાં





