અમદાવાદમાં જગન્નાથજીની 148મી રથયાત્રાને લઈને સુરક્ષા વ્યવસ્થાઓ વધુ કડક બનાવવામાં આવી છે. જો કે, આ બધાની વચ્ચે ખાડિયા નજીક 18 ગજરાજમાંથી કેટલા ગજરાજો બેકાબૂ બની ગયા હતા. જેમને ઈન્જેક્શન આપી કાબૂમાં લેવાયો હતા, ત્યારબાદ બેકાબૂ થયેલા ગજરાજોને રથયાત્રા બહાર કરવામાં આવ્યા હતા
ખાડિયા વિસ્તારમાં ગજરાજ બેકાબૂ થતા, રથયાત્રા માંથી બાકાત કરવામાં આવ્યા અને હાલ રથયાત્રા રાબેતા મુજબ યથાવત...@sanghaviharsh @GujaratPolice @dgpgujarat @InfoGujarat
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) June 27, 2025
#AhmedabadRathyatra2025 #AhmedabadPolice pic.twitter.com/lyEmDQNsT5
બેકાબૂ ગજરાજો રથયાત્રા બહાર કરાયા
રથયાત્રાના આનંદ-ઉત્સવ વચ્ચે ખાડિયા નજીક એકાએક ગજરાજાઓ બેકાબૂ બની ગયા હતા. જેના પગલે નાસભાગ મચી હતી.જો કે, બાદમાં બેકાબૂ બનેલા ગજરાજાઓને ઈન્જેક્શન આપી કાબૂમાં લેવામાં આવ્યા હતા,ત્યારબાદ સુરક્ષાને ધ્યાને લઈ તેમને રથયાત્રામાં બહાર કરવામાં આવ્યા હતા.
ગજરાજ બેકાબૂ બનતા નાસભાગ મચી હતી
ખાડિયા વિસ્તાર નજીક રથયાત્રા પહોંચી હતી ત્યારે એકાએક એક ગજરાજ બેકાબૂ બની જતા નાસભાગના દર્શ્યો સર્જાયા હતા. જેના પગલે મહાવતો તેને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જે રથયાત્રા થોડા સમય માટે રોકવાની ફરજ પડી હતી.
સુરક્ષા એજન્સીઓ ખડેપગે
સમગ્ર 16 કિમી લાંબા રૂટ પર CCTV કેમેરા અને ડ્રોન દ્વારા ચુસ્ત નજર રાખવામાં આવી રહી છે. દરેક ખૂણે સુરક્ષા એજન્સીઓ દ્વારા મોનિટરિંગ થઈ રહ્યું છે. સાયબર ક્રાઇમના DCP લવિના સિન્હાએ જણાવ્યું કે,''ડ્રોન કેમેરાથી crowd monitoring થઈ રહ્યું છે અને તમામ ડેટા સેન્ટ્રલ કમાન્ડમાં રીયલ ટાઈમ જોવા મળે છે''. વધુમાં ઉમેર્યું કે, ''કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ પર તાત્કાલિક કાર્યવાહી માટે ટીમો તૈનાત છે''

_bcce10db-e898-42c1-a05b-1e3cea647b8b.jpg)




