Home Gujarat Gujarat Monsoon Imd Paresh Goswami Gujarat Monsoon Prediction Offbeat Stories Rainfall Weather Update Farmers

"હાલ વરસાદ થાય છે એ ચોમાસુ નથી, હવે મોન્સુન બ્રેક આવશે" : ગુજરાતમાં ચોમાસા અંગે પરેશ ગોસ્વામીની મોટી આગાહી, ખેડૂતોને પણ આપી ખાસ ચેતવણી

"હાલ વરસાદ થાય છે એ ચોમાસુ નથી, હવે મોન્સુન બ્રેક આવશે"
Published by: OBS Bureau
Last Updated: May 30, 2025, 05:07 AM IST

Gujarat Monsoon Prediction : ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. બીજી તરફ 70 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ફંટાઈ શકે તેવી પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તોફાની પવન સાથે વાવાઝોડાની અસર દેશના અન્ય રાજ્યોની સાથે ગુજરાત પર પણ પડી શકે છે. ત્યારે હાલ શું ખરેખર ચોમાસું બેસી ગયું છે? શું ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે? આગામી દિવસોમાં કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ તે અંગે જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મહત્ત્વનું અનુમાન કર્યું છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છેકે, હજુ ગુજરાતમાં ચોમાસું ખુબ મોડું આવશે. અત્યારે જે વરસાદ થાય છે તે ચોમાસું નથી, હાલ માત્ર પ્રિમોન્સુન એક્ટીવી ચાલી રહી છે. ગુજરાતીઓએ ચોમાસા માટે હજુ ઓછામાં ઓછા 15 દિવસ રાહ જોવી પડશે.

વધુમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યુંકે, થોડા સમય પહેલાં સમુદ્રમાં જે સિસ્ટમ એક્ટિવ થઈ હતી તેના કારણે ચોમાસુ મહારાષ્ટ્ર સુધી પહોંચ્યું હતું. જોકે, અરબ સાગરમાં હવે કોઈ નવી સિસ્ટમ નથી બની રહી. જેથી હવે મોન્સુન બ્રેકની કંડિશન સર્જાશે. મોન્સુન બ્રેક થતાં ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં પણ વરસાદ બંધ થઈ જશે. ફરી પાછો તડકો નીકળશે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું છેકે, 15 જૂન બાદ જ ગુજરાતમાં ચોમાસું આવી શકે છે. બાકી હાલ જે દેખાય છે તે ચોમાસું નથી. હાલ જે વરસાદ પડે છે તે પ્રિમોન્સુન એક્ટિવીટીના છે. ખેડૂતોને હાલ પડી રહેલાં કમોસમી વરસાદથી મોટું નુકસાન પણ થયું છે.

ગુજરાતમાં ક્યાં-ક્યાં કરાઈ વરસાદની આગાહી?

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છેકે, આગામી એક-બે દિવસ સુધી છૂટા છવાયા વરસાદ દેખાશે. ખાસ કરીને રાજ્યના દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, વાપી, તાપી, નવસારી અને ડાંગ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે.

ખેડૂતોને થઈ શકે છે મોટું નુકસાનઃ
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છેકે,હજુ ચોમાસાની શરૂઆત થઈ નથી. હાલ જે વરસાદ પડે છે તેને ચોમાસુ સમજવાની ભૂલ ના કરવી. જૂન મહિનાના શરૂઆતના દૌરમાં પણ આવી પ્રિમોન્સુન એક્ટીવી દેખાશે. નૈઋત્યનું ચોમાસું હજી ઘણું દૂર છે. ખેડૂતોએ હાલ ખેતીના કામોમાં કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. નહીં તો ખેતીકામમાં ઉતાવળ કરનાર ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે. હમણાં જે વરસાદ થઈ રહ્યો છે તેનાથી પણ ગુજરાતના ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને ખેડૂતોને આ પ્રી-મોન્સૂન એક્ટિવિટીના વરસાદના કારણે વ્યાપક નુકસાન ભોગવવું પડ્યું છે. આગામી દિવસોમાં ધીમે-ધીમે વતાવરણ ખુલ્લુ થશે અને તડકો નીકળતા તાપમાન પણ ઊંચુ જોવા મળશે. એટલે નૈઋત્યના ચોમાસા માટે હજુ ઘણી રાહ જોવાની જરૂર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now