Home Gujarat Gujarat Monsoon Gujarat Rainfall Weather Updates Gujarat Weather Ambalal Patel

આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે : હવામાન વિભાગ, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ વરસાદ અંગે કરી મોટી આગાહી

આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે
Published by: OBS Bureau
Last Updated: Jun 29, 2025, 04:07 AM IST

Gujarat Monsoon Update: ગુજરાતમાં હાલ પુરજોશમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને આગામી 4 દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આગામી સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.

હાલ રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદને પગલે સ્થિતિ વિકટ બની છે. રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ ઉભી થઈ છે. આ પરિસ્થિતિની વચ્ચે હવામાન વિભાગ, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગામી સપ્તાહ માટેની વરસાદની આગાહી ગુજરાત પર મોટા સંકટના સંકેત આપી રહી છે.

આગામી પાંચ દિવસ ગુજરાત માટે ચેતવણીરૂપ:

ગુજરાતમાં સતત વરસાદ પડી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં તો ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. સોસાયટીઓ સરોવર બની ગઈ છે. આ વચ્ચે હવામાન વિભાગ, અંબાલાલ અને પરેશ ગોસ્વામીએ ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને મેઘરાજાએ ધુઆંધાર બેટિંગ કરીને રાજ્યના અનેક વિસ્તારોને પાણી-પાણી કરી નાંખ્યા છે. વરસાદી પાણી ભરાઈ જવાને પગલે અનેક સોસાયટીઓ સરોવરમાં ફેરવાઈ ગઈ છે. કેટલાંક શહેરોને પણ મેઘરાજાએ સમુદ્રમાં ફેરવી દીધાં છે. ખાસ કરીને રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં અનેક જગ્યાએ ખેતરો જળબંબાકાર થઈ ગયા છે તો વરસાદી પાણીથી બજારોને બેટ બનાવી દીધાં છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની આગાહીઃ
ગુજરાતના લોકો માટે આવતા કેટલાક દિવસો ખૂબ જ મહત્વપૂર્ણ બનશે, ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છ માટે. હવામાન વિભાગની આગાહી મુજબ તેમજ જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી 5 દિવસ દરમ્યાન ભારે થી અતિભારે વરસાદના દ્રશ્યો જોવા મળશે.

સૌરાષ્ટ્ર પર મેઘરાજાની દૃષ્ટિઃ
ચોમાસાની આ પહેલી ઈનિંગમાં જ ધરતી પાણીથી તરબતર થઈ ગઈ છે, અને હજુ વધુ તીવ્ર ઈનિંગનો પ્રારંભ થવાની શક્યતાઓ છે. દ્વારકા, પોરબંદર અને જામનગર જેવા જિલ્લાના લોકોને સાવધાન રહેવાની તાકીદ છે કારણ કે અહીં આગામી દિવસોમાં અતિભારે વરસાદ વરસવાની શકયતા છે. 28 અને 29 જૂનના રોજ ખાસ કરીને આ વિસ્તારોમાં સરેરાશ 5 થી 7 ઇંચ વરસાદ થવાની આગાહી છે.

દક્ષિણ ગુજરાત પણ ભારે વરસાદ માટે તૈયારઃ
સુરત, નવસારી અને ભરૂચ જેવા દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પણ વાદળો ધમાલ મચાવવા તૈયાર છે. આ વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં મોસળધાર વરસાદ નોંધાવાની શક્યતા છે. વહીવટ તંત્ર અને નાગરિકોએ પૂરતી તકેદારી રાખવી અતિઆવશ્યક બની છે.

પરેશ ગોસ્વામીની આગાહીઃ
પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, મધ્યપ્રદેશ ઉપર સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન પશ્ચિમ દિશામાં ગતિ કરીને હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમથી સંકળાયેલો ટ્રફ અરબ સાગર સુધી લંબાયેલો છે, જેના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી સ્થિતિ સર્જાઈ છે. આગામી દિવસોમાં આ સિસ્ટમ કચ્છ તરફ આગળ વધશે અને ત્યારબાદ અરબ સાગર અને પાકિસ્તાન તરફ જશે. આ હવામાન પરિવર્તનના કારણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદના દ્રશ્યો સર્જાઈ શકે છે. રાજ્યના મધ્ય, ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ તમામ ભાગોમાં વરસાદની તીવ્રતા અલગ અલગ તબક્કે વધી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now