Ambalal Patel Forecast: ગુજરાતમાં અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠેલી જનતા અત્યારે ચાતક નજરે મેઘરાજાની રાહ જોઈ રહી છે. સામાન્ય રીતે જૂન મહિનાની શરૂઆતમાં ચોમાસાની એન્ટ્રી થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે જૂન મહિનો છેલ્લા ત્રણ વર્ષનો સૌથી ગરમ મહિનો સાબિત થયો છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું હાલ મહારાષ્ટ્ર (મુંબઈ)માં જ સ્થિર થઈ ગયું છે, જેના કારણે ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન માટે હજુ થોડી રાહ જોવી પડશે.
મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ: બાલાસિનોરમાં 5.79 ઇંચથી જનજીવન અસરગ્રસ્ત, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ
ચોમાસું અટકી જવા પાછળના મુખ્ય કારણો
પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસામાં થઈ રહેલા વિલંબ પાછળના કેટલાક મહત્ત્વના ભૌગોલિક કારણો દર્શાવ્યા છે. રાજ્યમાં સતત વધી રહેલા ગરમીના પ્રકોપ અને હવામાં ભેજના અભાવને કારણે વરસાદી માહોલ બંધાતો નથી. ચોમાસું આગળ વધવા માટે અરબ સાગરનું સક્રિય હોવું જરૂરી છે, જે હાલ પૂરતું જોવા મળી રહ્યું નથી. ગંગા અને યમુનાના મેદાનો હજુ સુધી જરૂરી પ્રમાણમાં ગરમ થયા નથી, વળી બંગાળની ખાડીમાં પણ કોઈ મજબૂત ડિપ્રેશન સક્રિય ન થવાને કારણે ચોમાસાની પ્રગતિ અટકી ગઈ છે.
અલ-નીનોની અસર અને વારંવાર આવતા પશ્ચિમી વિક્ષેપો (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ)ને કારણે ચોમાસું ધીમું પડ્યું છે. આની સૌથી ગંભીર અસર આગામી સપ્ટેમ્બર મહિનામાં જોવા મળી શકે છે. હાલમાં વાદળોનો એક મોટો સમૂહ આફ્રિકા તરફ છે, જે જુલાઈ મહિનામાં ભારત તરફ આગળ વધશે. જેથી જુલાઈમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પૂરતી શક્યતા છે.
ગુજરાતનું એવું શહેર જ્યાં ઇંડા વેચવા પણ ગુનો છે!: આખા ભારતમાં આવું બીજું કોઈ શહેર નથી, જાણો શું છે તેનું નામ
પ્રી-મોન્સૂન એક્ટિવિટી અને અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, ભલે ચોમાસું મોડું થયું હોય પરંતુ આગામી અઠવાડિયાના મધ્યથી વરસાદી માહોલ બરાબર જામશે. 20 જૂન સુધી રાજ્યમાં આંધી, વંટોળ અને ભારે પવન સાથે પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે. 22 અને 23 જૂને આ દિવસોમાં ચોમાસું ફરી સક્રિય થશે અને મેઘરાજા ગુજરાતમાં પોતાની ધમાકેદાર એન્ટ્રી કરવા માટે તૈયાર છે. આ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે, જેનાથી ખેડૂતો અને સામાન્ય જનતાને ગરમીથી મોટી રાહત મળશે.
હવામાન વિભાગની આગાહી: કયા વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમના દરિયાકાંઠે 8 જૂનથી જ નૈઋત્યનું ચોમાસું ધીમું પડી ગયું છે. મુંબઈ પહોંચતા જ હજુ ચોમાસાને 7 થી 8 દિવસ જેટલો સમય લાગી શકે છે, ત્યારબાદ તે ગુજરાત તરફ આગળ વધશે. જોકે, સ્થાનિક સિસ્ટમના કારણે આજથી 23 જૂન દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં છૂટોછવાયો અને હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી. સૌરાષ્ટ્ર અને કચ્છના ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર અને કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ભરૂચ, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદ પડી શકે છે.
વડોદરા સહિત કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ: ગુજરાતના 5 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ
હાલમાં જ ગોંડલ, જૂનાગઢ અને નવસારી જેવા વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો છે. આગામી બે દિવસ પણ હવામાન વિભાગે હળવા વરસાદની આગાહી કરી છે. ભલે અત્યારે ઉકળાટ અને અકળામણ વધારે હોય, પણ જૂનના અંત સુધીમાં મેઘરાજા ગુજરાતને ઘમરોળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે તેવા સંકેતો મળી રહ્યા છે.






