આવતીકાલથી જુલાઈ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે. જૂનમાં વિધિવત ચોમાસું બેસ્યા પછી વરસાદ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસ્યો છે અને સિઝનનો 31 ટકા જેટલો પડ્યો છે. જો કે, જુલાઈની શરૂઆતમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરશે તેવી આગાહી સામે આવી છે. આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.
સાર્વત્રિક વરસાદની આગાહી
હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે, જેના પગલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આગમી દિવસો ભારે વરસાદ વરસી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વધુ એક સિષ્ટમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સિસ્ટમ થઈ છે, જેના પગલે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જો કે, સોરાષ્ટ્ર અને કચ્છમાં 4 જુલાઇ સુધી હળવાથી મધ્યમ વરસાદ વરસે તેવો અનુમાન છે.
આજની આગાહી
આજે એટલે કે, 30 જૂન સોમવારના રોજ રાજ્યના 13 જિલ્લાઓ માટે યલો એલર્ટ આપ્યું છે. જેમાં વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, અને વલસાડમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે આ 13 જિલ્લા સિવાય અન્ય 20 જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં વરસાદ ક્યાં કેવો વરસ્યો ?
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદમાં સૌથી વધુ કડીમાં 3.6 ઈંચ ખાબક્યો છે. તો આ તરફ અમદાવાદના વિરમગામમાં 3.31 ઈંચ, ખેરગામમાં 2.44 જ્યારે ઉમરગામમાં 2.32 ઈંચ વરસાદ નોંધાયો છે. અત્રે જણાવીએ કે, 30 જેટલા તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. કલોલ, વાંસદામાં, ડેડિયાપાડા અને વઘઈમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. દેત્રોજ-રામપુરા, વાસંદા, સાવલી,ડેડીયાપાડા, વઘઈમાં પોણા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સાગબારા, વ્યારા, પેટલાદ, વાપી, સંતરામપુર, નીઝરમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકોને મોટી રાહત: 54,000 થી વધુ 5-kg સિલિન્ડરનું અને ગ્રામીણ વિસ્તારોમાં કેરોસીનનું વિતરણ શરૂ


_2418dcfb-3abe-4a0d-9ef7-102cd5dab0d4.jpg)



