Home Gujarat Gujarat High Court Man Sat On Toilet During Virtual Proceeding

ટોઈલેટ સીટ પર બેઠા બેઠા કોર્ટની સુનાવણી સાંભળી : ગુજરાત હાઈકોર્ટના જજ સામે સુનવણી દરમિયાન ટોયલેટ સીટ પર બેઠેલો વ્યક્તિ હાજર થયો

ટોઈલેટ સીટ પર બેઠા બેઠા કોર્ટની સુનાવણી સાંભળી
Published by: OBS Bureau
Last Updated: Jun 27, 2025, 02:27 PM IST

ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કંઈક એવું બન્યું જે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. એક શખ્સ ટોઈલેટ સીટ પર બેઠા બેઠા જ ગુજરાત હાઈકોર્ટના જજની સામે ઓનલાઈન સુનાવણીમાં સામેલ થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

ગુજરાત હાઈકોર્ટમાં એક કેસની ઓનલાઈન સુનાવણી ચાલી રહી હતી. આ લાઈવ સુનાવણી દરમિયાન એક વ્યક્તિ ટોયલેટમાં શૌચ કરતો જોવા મળ્યો હતો. આ ઘટના 20 જૂનના રોજ જસ્ટિસ નિર્જર એસ દેસાઈની બેન્ચ સામે બની હતી. આ શખ્સ સમદ બેટરી નામથી લોગઈન થયો હતો.

શખ્સે કાનમાં બ્લૂટૂથ ઈયરફોન પહેર્યા હતા. સુનાવણી દરમિયાન તે પોતાનો ફોન દૂર રાખતો જોવા મળ્યો હતો. વોશરુમની બહાર નીકળતો નજરે પડ્યો. આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now