Home Gujarat Gujarat High Court Bomb Threat Email Police Investigation

ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી : હાઇકોર્ટના ગેટ બંધ કરી ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ દ્વારા ચેકિંગ શરૂ

ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી
Published by: OBS Bureau
Last Updated: Jun 09, 2025, 08:33 AM IST

ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હાઇકોર્ટના ઈ-મેલ પર અજાણી વ્યક્તિએ ઈ-મેલ કર્યો છે. પોલીસને જાણ કરતાં પોલીસ હાઈકોર્ટ પહોંચી છે. હાઇકોર્ટમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ડોગ-સ્ક્વોડ અને બોમ્બ-સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ કરાયું છે.


પોલીસે તપાસ હાથ ધરી 
સંદિગ્ધ ઈમેઇલ મળ્યા બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. હાલના સમયમાં ઉચ્ચ સ્તરની ચેકિંગ ચાલુ છે અને દરેક વ્યક્તિ તથા વાહનોની કડક રીતે ચકાસણી કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ હાઈકોર્ટના અધિકારીના ઈમેઇલ પર સંદિગ્ધ વ્યક્તિ દ્વારા ધમકી આપતો ઈમેઇલ મોકલવામાં આવ્યો હતો. ઈમેઇલના સ્રોતની ઓળખ કરવા માટે સાયબર સેલની મદદ લેવામાં આવી રહી છે અને તપાસ ચાલી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now