Home Gujarat Gujarat Heavy Rains Rain From Ahmedabad To Ambaji Surendranagar Patan

ગુજરાતમાં કડાકા - ભડાકા સાથે વરસાદે કાઢ્યા ભૂક્કા! : અમદાવાદથી લઈ અંબાજી, અનેક વિસ્તારોમાં 'મેઘો' જામ્યો

ગુજરાતમાં કડાકા - ભડાકા સાથે વરસાદે કાઢ્યા ભૂક્કા!
Published by: OBS Bureau
Last Updated: Aug 16, 2025, 07:03 AM IST

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ, પાટણ, અંબાજી, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આજે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં કડાકા - ભડાકા સાથે ભૂક્કા કાઢ્યા છે.

વરસાદની જમાવટ

હવામાન વિભાગની આગાહી વચ્ચે અંબાજીમાં પણ વરસાદ વરસ્યો છે. જ્યાં રસ્તા પર ઘૂંટણસમાજ પાણી ભરાઈ ગયા હતા. જ્યાં વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. ઉલ્લેખનીય છે કે, જુનાગઢ, અમરેલી, ગોંડલ, અમદાવાદ, બનાસકાંઠા, અરવલ્લી, અંબાજી સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.

ચોટીલા અને થાનમાં વરસાદ

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને થાનમાં વરસાદ પડ્યો છે. થાનમાં છેલ્લા 12 કલાકમા 3 ઇંચથી વધુ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયાં છે. થાન સરકારી હોસ્પિટલના મેદાનમાં પણ પાણી ભરાયા છે. લાંબા વિરામ બાદ મેઘરાજાના આગમનથી કપાસ, મગફળી સહિતના પાકને જીવનદાન મળ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now