ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) પહોંચીને સમગ્ર સ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન તેમણે અસરગ્રસ્ત જિલ્લાઓની સ્થિતિ, બચાવ અને રાહત કામગીરી તેમજ વહીવટી તંત્રની તૈયારીઓ અંગે તલસ્પર્શી વિગતો મેળવી હતી.
મુખ્યમંત્રીએ ખાસ કરીને સૌથી વધુ અસરગ્રસ્ત વલસાડ જિલ્લાના સંજોગોની સમીક્ષા કરી હતી. તેમણે રાજ્યના મંત્રી નરેશ પટેલ અને વલસાડના જિલ્લા કલેક્ટર સાથે મોબાઇલ ફોન પર વાતચીત કરીને વરસાદની સ્થિતિ, ચાલી રહેલી બચાવ અને રાહત કામગીરી તથા અસરગ્રસ્ત લોકો માટે કરવામાં આવેલી વ્યવસ્થાની માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ જરૂરિયાત ઊભી થાય તો નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની વધારાની ટીમો પણ તાત્કાલિક મોકલવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં જોવા મળ્યું મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ : ઉમરગામમાં 35.67 ઈંચ વરસાદ, 365 રસ્તા બંધ
સુરત અને નવસારીમાં પણ સાવચેતી વધારવા સૂચના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત અને નવસારી જિલ્લાના કલેક્ટરો સાથે પણ સીધી વાતચીત કરી હતી. તેમણે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો તથા પાણી ભરાયેલા વિસ્તારોમાં રહેતા લોકોને સમયસર સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવાની સૂચના આપી હતી. સાથે જ સ્થાનિક વહીવટી તંત્રને બચાવ અને રાહત કામગીરીમાં કોઈપણ પ્રકારની ઢીલ ન રાખવા અને જરૂરી તમામ સંસાધનોનો ઉપયોગ કરવા નિર્દેશ આપ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા વરસાદની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને દરેક જિલ્લામાંથી રિયલ-ટાઈમ માહિતી મેળવીને જરૂરી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા પ્રશાસન, પોલીસ, એનડીઆરએફ, એસડીઆરએફ અને અન્ય એજન્સીઓ સંકલન સાથે કામગીરી કરી રહી છે.
આ પણ વાંચો: પરિવારના મુખ્ય વ્યક્તિના અવસાન બાદ લોન કોણ ભરશે? : મોટા ભાગના લોકો આ નિયમ જાણતા નથી