Home Gujarat Gujarat Government Purchased Groundnuts Soyabens From Farmer

ગુજરાતના ખેડૂતોને હાશકારો : મગફળીના ટેકાના ભાવની ખરીદીનો તૂટ્યો રેકોર્ડ

ગુજરાતના ખેડૂતોને હાશકારો
Published by: Offbeat Team
| Last Updated: Jan 28, 2025, 09:36 AM IST

ગુજરાત સરકારે ખેડૂતોની મગફળીની રેકોર્ડબ્રેક ખરીદી કરી છે. બજાર ભાવ કરતા ટેકાના ભાવ વધારે મળતા જગતના તાતે રાહતનો શ્વાસ લીધો છે. રાજ્ય સરકારે જ્યારથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરી ત્યારથી અત્યાર સુધી 2.98 લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. 6,700 કરોડ ખર્ચીને કુલ 10 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરી છે. ના માત્ર મગફળી પરંતુ રાજ્યના 20,500થી વધુ ખેડૂતો પાસેથી રૂ. 252 કરોડના ખર્ચે કુલ 51,100 મેટ્રિક ટનથી વધુ સોયાબીનની ખરીદી પણ ટેકાના ભાવે કરવામાં આવી છે.

બજાર કરતા વધારે ટેકાના ભાવ

ગુજરાતના નોંધણી કરાયેલા ખેડૂતો પાસેથી રાજ્યસરકાર 8 ફેબ્રુઆરી સુધી મગફળી અને સોયાબીનની ખરીદી કરશે. રાજ્યસરકારે અત્યાર સુધી મગફળી માટે 2.32 લાખ ખેડૂતોને રૂ.5,172 કરોડ તો સોયાબીન માટે 17 હજાર ખેડૂતોને રૂ.210 કરોડ ચૂકવ્યા છે. રાજ્યભરમાં મગફળી, સોયાબીન સહિતના ખરીફ પાકોની ખરીદી પૂરજોશમાં ચાલી રહી છે. મહત્વનું છે કે ખરીફ પાકોનું વાવેતર પહેલા જ ટેકાના ભાવ જાહેર કર્યા હતા. બજાર કરતા ટેકાના ભાવ વધારે મળવાથી ગુજરાતના ખેડૂતોએ મગફળી સહિતના પાકનું સરકારને વેચાણ કર્યું છે. ખેડૂતોને સારા ભાવ મળવાના કારણે મગફળીનું રેકોર્ડબ્રેક વેચાણ થયું છે.

મગફળીનું રેકોર્ડબ્રેક વાવેતર

કૃષિમંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ વર્ષે મગફળી પાકનું કુલ 18.80 લાખથી વધુ હેકટરમાં રેકોર્ડબ્રેક વાવેતર થયું હતું,  જે ગત વર્ષની સરખામણીએ 2.5 લાખ હેક્ટર વધુ હતું. ગુજરાતના ખેડૂતોને તેમના મબલખ ઉત્પાદિત પાકોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા ખાતેથી રાજ્યભરમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરાવી હતી. સરકારે મગફળી માટે રૂ.6,783 પ્રતિ ક્વિન્ટલ એટલે કે રૂ.1,356.60 પ્રતિ મણ ટેકાનો ભાવ જાહેર કર્યો હતો. મગફળી પાકના વેચાણ માટે રાજ્યના 3.72 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી હતી. અત્યાર સુધીમાં રાજ્ય સરકારે 197 ખરીદ કેન્દ્રો ખાતેથી 2.98 લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. 6,700 કરોડથી વધુના મૂલ્યની કુલ 10 લાખ મેટ્રિક ટન જેટલી મગફળીની ખરીદી કરવામાં આવી છે. જે પૈકી આશરે 2.32 લાખ ખેડૂતોને રૂ. 5,172 કરોડથી વધુનું ચૂકવણું પણ સીધું તેમના બેંક ખાતામાં કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં પ્રથમવાર ખેડૂતોને ખરીદીના તુરંત બાદ આટલી ઝડપથી ચૂકવણું કરવામાં આવી રહ્યું છે..

કૃષિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકારે સોયાબીન માટે રૂ. ૪,૮૯૨ પ્રતિ ક્વિન્ટલ (રૂ.૯૭૮.૪૦ પ્રતિ મણ) ટેકાનો ભાવ જાહેર કર્યો છે. જેના પરિણામે ટેકાના ભાવે સોયાબીનના વેચાણ માટે રાજ્યના કુલ ૨૪,૮૦૦થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી હતી. અત્યાર સુધીમાં કુલ ૮૮ ખરીદ કેન્દ્રો પરથી આશરે ૨૦,૫૦૦થી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૨૫૨ કરોડથી વધુના મૂલ્યની કુલ ૫૧,૪૦૦ મેટ્રિક ટનથી વધુ સોયાબીનની ખરીદી કરવામાં આવી છે. જે પૈકી આશરે ૧૭,૦૦૦ જેટલા ખેડૂતોને રૂ. ૨૧૦ કરોડથી વધુનું ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ: એકસાથે 880 કર્મચારીઓની બઢતી અને બદલીના આદેશ

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!: હિન્દુ સગીરાનું નકલી આઈડી બનાવી ફસાવવાનું કાવતરું નિષ્ફળ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો: નવરાત્રીના બીજા નોરતે 10 PI અને 3 PSI ની આંતરિક બદલી

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો: અમદાવાદ ગ્રામ્ય LCBએ બે રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન: સુરતમાં મીની વાવાઝોડાએ ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા: ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા
Play Video

ગુજરાતમાં માવઠાનો માર: ખેડૂતો પાયમાલ: તાત્કાલિક સર્વે અને સહાય પેકેજની ઉગ્ર માંગ સાથે પાટણના ધારાસભ્ય આવ્યા ખેડૂતોના વ્હારે!

ગુજરાતમાં માવઠાનો માર: ખેડૂતો પાયમાલ
Play Video

પાટણના ઝીલિયામાં ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર: લોહિયાળ ગેંગવોર બાદ પોલીસ એક્શન મોડમાં! ભાવેશ દેસાઈનું ગેરકાયદેસર ફાર્મ હાઉસનું અસ્તિત્વ ભૂંસાઈ જશે

પાટણના ઝીલિયામાં ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર
Play Video

સુરત સાયબર ક્રાઇમની સૌથી મોટી સફળતા: ફોરેક્સ ટ્રેડિંગના નામે કરોડોનું ફૂલેકું ફેરવનાર આરોપી વડોદરાથી ઝડપાયો!

સુરત સાયબર ક્રાઇમની સૌથી મોટી સફળતા

ચોંકાવનારો ખુલાસો: ગુજરાતમાં ભરઉનાળે કેમ પડી રહ્યો છે આટલો ભયાનક વરસાદ? 1000 KM લાંબી સિસ્ટમ પાછળ શું છે હકીકત?

ચોંકાવનારો ખુલાસો

સુરત પોલીસનું ફિલ્મી ઓપરેશન: આદિવાસી વેશમાં 7 દિવસ વોચ: માત્ર 50 રૂપિયા માટે હત્યા કરી 18 વર્ષથી નાસતા ફરતા આરોપીને જંગલોમાંથી દબોચ્યો!

સુરત પોલીસનું ફિલ્મી ઓપરેશન: આદિવાસી વેશમાં 7 દિવસ વોચ
Play Video

એક ક્લિકથી ઘરે આવશે LPG સિલિન્ડર: લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં! જાણો કેવી રીતે મળશે લાભ

એક ક્લિકથી ઘરે આવશે LPG સિલિન્ડર

રાજકોટની INOXમાં પ્રીમિયમ નાસ્તા સાથે 'વંદો' ફ્રી!: કેન્ટીનમાં સેન્ડવીચ પર વંદો ફરતો દેખાતા ગ્રાહકોમાં રોષ

રાજકોટની INOXમાં પ્રીમિયમ નાસ્તા સાથે 'વંદો' ફ્રી!

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!: અજાણી વ્યક્તિની આપેલી વસ્તુ ખાધી તો લૂંટાઈ જશો

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!
Play Video

"પહેલાં સત્યમ હેર કટિંગ સલૂન ચલાવતો હતો સત્યમ યોગ ફાઉન્ડેશનનો યોગગુરુ": કરોડોની નકલી નોટો સાથે ઝડપાયેલા બાબા અંગે પૂર્વ IPSએ કર્યા અનેક ચોંકાવનારા ખુલાસા

"પહેલાં સત્યમ હેર કટિંગ સલૂન ચલાવતો હતો સત્યમ યોગ ફાઉન્ડેશનનો યોગગુરુ"

અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન ઝૂલેલાલની ભવ્ય શોભાયાત્રાનું કરાવ્યું પ્રસ્થાન, સિંધી સમાજને પાઠવી ચેટીચાંદની શુભેચ્છાઓ

અમદાવાદ

લાલબત્તી સમાન કિસ્સો: મફત કપડાં અને બિસ્કિટની લાલચ આપી ગઠિયાઓએ વૃદ્ધાના દાગીના કાઢી લીધા

લાલબત્તી સમાન કિસ્સો

સરખેજ હત્યાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી: આરોપીઓને સાથે રાખી ઘટનાસ્થળે કરાયું ‘ક્રાઈમ સીન રિકન્સ્ટ્રક્શન’

સરખેજ હત્યાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી

કુદરત રૂઠી: કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોનો કોળિયો છીનવ્યો, ઉભા પાકનો સોથ વળતા ધરતીપુત્રો પાયમાલ

કુદરત રૂઠી
Play Video

ધાનેરામાં ગેસના બાટલા માટે હાડમારી: ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ મેદાનમાં, કલેક્ટરને પત્ર લખી 'અર્બન કેટેગરી'માં સમાવવા કરી માગ

ધાનેરામાં ગેસના બાટલા માટે હાડમારી