Home Gujarat Gujarat Gandhinagar State Government Cabinet Meeting

CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક : રથયાત્રાની તૈયારી પર મંથન,વરસાદની સ્થિતી અને વિસાવદરના પરીણામ પર ચિંતન

CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક
Published by: OBS Bureau
Last Updated: Jun 24, 2025, 06:46 AM IST

ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આજે એટલે કે 24 જૂન મંગળવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. આ બેઠકમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનાથી લઈને રાજ્યમાં પડેલા વરસાદ, રથયાત્રાની તૈયારી,વિસાવદર બેઠકની હાર પર ચિંતન કરવામાં આવશે.


CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક
આજે યોજાનારી બેઠકમાં પ્લેન દુર્ઘટનાની કામગીરીની બેઠકની સમીક્ષા થશે. આ સિવાય ભાવનગર, અમરેલી, બોટાદ સહિતના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદની સ્થિતિ અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. વિસાવદર બેઠકની હાર પર ચિંતન થશે. આગામી રથયાત્રાના રુટ અને વ્યવસ્થાઓને લઈ મંથન કરવામાં આવશે. ખેડૂતોને યોગ્ય બિયારણ અને ખાતર મળી રહે તે માટે કૃષિ વિભાગ સાથે ચર્ચા કરવામાં આવશે. 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now