Home Gujarat Gujarat Fashion Icon 2025 Divya Advani Wins And Dhruv Joshi As Runners Up

ગુજરાત ફેશન આઈકોન 2025 : બાળકોના ફેશન શો માં અનોખી રીતે અપાઈ અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ

ગુજરાત ફેશન આઈકોન 2025
Published by: OBS Bureau
Last Updated: Jul 06, 2025, 09:32 AM IST

અમદાવાદમાં ગુજરાત ફેશન આઈકોન 2025નું આયોજન થયું હતું. જાનવી રોહરા દ્વારા આયોજિત આ ફેશન icon 2025માં ચાર કેટેગરીઝ રાખવામાં આવી હતી. જેમાં સુપર કિડ્સ, મિસ્ટર એન્ડ મિસ ટીનેજ ગુજરાત, મિસ્ટર, મિસ અને મિસિ બીસ ગુજરાત કોમ્પિટિશનનું આયોજન અલગ અલગ વર્ગની કેટેગરીમાં થયું હતું.


કિડ્સ ફેશન આઈકોન 2025માં કિડ્સ મોડલ્સે સુપર પર્ફોર્મમાં સૌ કોઈએ જોરદાર પફોર્મ કર્યું હતું. કિડ્સ મિસ ગુજરાત ફેશન આઈકોન 2025 દિવ્યા અડવાણી અને રનર્સ અપ તરીકે ધ્રુવી(મિસ્ટી)જોશી વિજેતા બન્યા હતા.


જેમાં ધ્રુવી જોશીએ અમદાવાદ પ્લેન ક્રેસના મૃતકોને શ્રદ્ધાંજલિ અને ભગવાન ક્યારે આવી દુર્ઘટના ફરીવાર ના ઘટે તેવી પ્રાર્થના કરતા સૂચક પોસ્ટર સાથે પર્ફોર્મન્સ આપ્યું હતું. આ પોસ્ટરે તમામ જજીસનો દિલ જીતી લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત ફેશન આઈકોન 2025 નવા મોડલ્સ માટે વિશિષ્ટ મંચ તરીકે ઉભરી આવ્યું છે. ધર્મ સલવાણી (મિસ્ટર ઈન્ડિયા 2019 મોડેલ અને એક્ટર) આ શોમાં વિશિષ્ટ જજ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સહ-જજ તરીકે ભૂમિ સોમાણીએ પણ ફેશનની દૂનિયામાં પોતાનો નિષ્ણાત દ્રષ્ટિકોણ પ્રસ્તુત કર્યો હતો. ઉ “ધર્મ સાવલાણી ” મિસ્ટર ઈન્ડિયા દ્વારા તમામ વિજેતાઓને ભવિષ્યમાં નવા પ્રોજેક્ટ્સ માટે ચાન્સ આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now