ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન થઈ રહ્યું છે. લોકો પોતાના સ્થાનિક પ્રશ્નોને વાંચા આપવા માટે સ્થાનિક ઉમેદવારને મત આપીને જીતાડવા મતદાન મથકો પર પહોંચી રહ્યાં છે. સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ચુકી છે. સાંજે 6 વાગ્યા સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. 44 ડિગ્રી ગરમીની વચ્ચે પણ લોકો વહેલી સવારથી મતદાન મથક પર ઉત્સાહ પૂર્વક પહોંચી રહ્યાં છે.
આ પણ વાંચો: Live Updates Gujarat Local Body Election 2026 : EVM ખામીથી લઈને વરરાજાના મતદાન સુધી, ગુજરાત ચૂંટણીની તમામ મોટી ખબર
ગુજરાતની કુલ 10 હજાર સીટ માટે 25 હજારથી વધુ ઉમેદવારો વચ્ચે રાજકીય જંગ છે. ગત વખતે 6 મનપાની ચૂંટણીનું 21 ફેબ્રુઆરીએ અને પંચાયતો અને નગરપાલિકાઓનું 23 ફેબ્રુઆરીએ વોટિંગ થયું હતું. જો કે આ વખતે તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું મતદાન એક જ દિવસે છે.
માનવતા અને લોકશાહીનું સંવેદનશીલ રૂપ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં તંત્રની સતર્કતા અને પોલીસની સરાહનીય કામગીરી પણ જોવા મળી રહી છે. જેમાં વિવિધ ગામ વિસ્તારોમાં કોઈ દિવ્યાંગજનો અને વયોવૃદ્ધ કે જે કોઈ વ્યક્તિ મતદાન મથક સુધી આવવાની સ્થિતિમાં નથી, તેમણે પોલીસ સજાગ બનીને મતદાન સુધી સુરક્ષિત લાવે છે અને તેમના લોકશાહી માટે મત આપવાના અધિકારો પૂરા કરાવતી જોવા મળે છે. જેના વિઝ્યુઅલ્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. તેમાંથી જ અમુક દ્રશ્યો જુઓ... 






ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પહેલાં 8 મહાનગરપાલિકાઓ હતી. જેમાં નવા સીમાંકન બાદ 9 નવી મનપા ઉમેરાતા હાલ કુલ 17 મનપા છે. આજે 17 માંથી 15 મનપા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકામાં મતદાન થઈ રહ્યું છે.






