Home Gujarat Gujarat Dholavira To Santalpur National Highway 754k Will Be Upgraded 10610 Km

ગુજરાતનો આ ધોરીમાર્ગ કેન્દ્ર સરકાર કરશે અપગ્રેડ : 106.10 કિ.મી લંબાઈના પટ્ટાને 575.07 કરોડના ખર્ચે કરાશે ચકાચક, નીતિન ગડકરીએ ટ્વીટ કરી આપી જાણકારી

ગુજરાતનો આ ધોરીમાર્ગ કેન્દ્ર સરકાર કરશે અપગ્રેડ
Published by: OBS Bureau
Last Updated: Jul 03, 2025, 08:08 AM IST

ગુજરાતના માર્ગ અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં વધારો કરતા કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. ગુજરાતના ધોળાવીરાથી સાંતલપુર સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-754Kના 106.10 કિ.મી લંબાઈના પટ્ટાને 575.07 કરોડ રૂપિયાના ખર્ચે પેવ્ડ શોલ્ડર સ્ટાન્ડર્ડ સાથે 2-લેન બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.


મંત્રી નીતિન ગડકરી ટ્વીટ કરી જાણકારી આપી
ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજ માર્ગ મંત્રી નીતિન ગડકરી ટ્વીટ કરી આ અંગની જાણકારી આપી છે. જે નિર્ણય થી કચ્છના રણને જોડતી એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક કડી બનશે. આ પ્રોજેક્ટ કચ્છના દૂરના અને સુકા વિસ્તારો અને ગુજરાતના બાકીના ભાગો વચ્ચે જોડાણ માટે એક મહત્વપૂર્ણ કડી બનશે, જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-27 (પૂર્વ-પશ્ચિમ કોરિડોર) સાથે એકેકૃત કરશે.
આ રસ્તાને અપગ્રેડ કરવાથી અનેક ફાયાદા થશે
આ પ્રોજેક્ટ કચ્છ ક્ષેત્રમાં ખાસ કરીને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાના પ્રવાસનમાં વધારો કરવા માટે નોંધપાત્ર બની રહેશે. જે કચ્છ ક્ષેત્રમાં મુખ્ય વિવિધ ખનિજ અને મીઠા ઉદ્યોગો માટે કોરિડોર તરીકે સેવા આપશે. હાલનો આ રસ્તો અકસ્માતો થવાની સંભાવના ધરાવે છે. પેવ્ડ શોલ્ડર 2 લેનવાળા રસ્તાને અપગ્રેડ કરવાથી ટ્રાફિકની ભીડ ઓછી થશે, માર્ગ સલામતી વધશે અને વાહન ઈંધણ ખર્ચમાં ઘટાડો થશે, જેનાથી મુસાફરોનો સારો અનુભવ થશે અને માઇલેજમાં સુધારો થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now