શહેરમાં અસામાજિત તત્વોનો આતંક વધતો જઈ રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ વિરુદ્ધ સતત પગલા લઈ રહી છે ત્યારે હવે આ વચ્ચે અમદાવાદ શહેરના ચંડોળા તળાવમાં ગેરકાયદે બાંધકામ કરીને વસવાટ કરી રહેલા રહીશોના મકાન પર કોર્પોરેશનનું બુલડોઝર ફરી વળતા અનેક લોકો બેઘર બન્યા હતા. ત્યારબાદ રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે જે લોકો પાસે યોગ્ય પુરાવા હશે તેને સરકાર દ્વારા મકાનની ફાળવણી કરાશે. આ કામગીરી દાણીલીમડામાં AMCની કચેરીમાં ચાલી રહી હતી. ત્યારે રફીક વેપારી નામના શખ્સ પાસે યોગ્ય પુરાવા નહી હોવાથી તેનું ફોર્મ રીજેક્ટ કરવામાં આવ્યું હતું. તેથી રફીક વેપારીએ કચેરીમાં હાજર કર્મીઓ અને કોંગ્રેસી કાર્યકરને જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ મામલે પોલીસે રફીક વેપારી સામે ગુનો નોંધ્યો છે.
દાણીલીમડામાં રહેતા અને કોંગ્રેસના કાર્યકર અને સમાજ સેવકનું કામકાજ કરતા અબ્દુલ રઝાક પટેલ (43) પરિવાર સાથે રહે છે. તાજેતરમાં ચંડોળામાં ડીમોલીશનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ત્યારબાદ જે કોઈપણ વ્યક્તિ તેના જરૂરી પુરાવા કોર્પોરેશનમાં રજુ કરે તેને મકાનની ફાળવણી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ કામગીરી માટે થઈને કોંગ્રેસી કાર્યકર અબ્દુલ ભાઈ ગત 11 જુનના રોજ સવારે દાણીલીમડામાં આવેલી AMCની કચેરીમાં સેવા આપી રહ્યા હતા. અને મકાન લેવા માટે જે કોઈપણ વ્યક્તિ આવે તેના જરૂરી પુરાવાની ચકાસણી કરવાની જવાબદારી નિભાવી રહ્યા હતા. ત્યારે બપોરના સમયે અબ્દુલ ભાઈ જે ટેબલ પર હાજર હતા. ત્યાં આગળ રફીક વેપારી ફોર્મ લઈને આવ્યો અને સાથે જ પુરાવા પણ લઈને આવ્યો હતો. અબ્દુલભાઈ રફીક વેપારીના તમામ ડોક્યુમેન્ટની ચકાસણી કરી ત્યારબાદ કેટલાક દસ્તાવેજનો અભાવ હોવાનું માલુમ પડતા તેમનું ફોર્મ સ્વીકારવામાં આવ્યું નહોતું. અને ખૂટતા ડોક્યુમેન્ટ લઈને આવ્યા બાદ જ ફોર્મ સ્વીકારવામાં આવશે તેવી જાણકારી આપી હતી. આટલું સાંભળતાની સાથે જ ફોર્મ લઈને આવેલા રફીક વેપારી ગુસ્સે થયો અને અબ્દુલભાઈ સાથે ગાળો બોલીને તકરાર કરવા લાગ્યો હતો.
જોકે, કચેરીમાં કામ કરતા અન્ય કર્મીઓ પણ એકઠા થઇ ગયા અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરતા રફીક વેપારીએ અબ્દુલ ભાઈને કહ્યું કે જો મારું ફોર્મ સ્વીકારશો નહી તો તને જાનથી મારી નાખીશ કહીને રફીક વેપારી જતો રહ્યો હતો. ત્યારબાદ અબ્દુલભાઈએ રફીક વેપારી વિરુદ્ધ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






