Home Gujarat Gujarat Congress Spokesperson Amit Nayak Suspended From Congress For 6 Years

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ : પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરતી શિસ્ત સમિતિ

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ
Published by: OBS Bureau
Last Updated: Jun 23, 2025, 01:29 PM IST

પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું તે પૂર્વ કોંગ્રેસના વરિષ્ઠ નેતાને સસ્પેન્ડ કરતો પત્ર મિડિયાને જારી કરવામાં આવ્યો છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો અમિત નાયકને કોંગ્રેસની શિસ્ત સમિતિએ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.


તારીખ 20 જૂન 2025 ના રોજ બાલુભાઈ પટેલની સહી સાથે અમિત નાયકને પાઠવવામાં આવેલ સસ્પેન્શન પત્રમાં તેઓ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. ડો અમિત નાયક દ્વારા દલિત સમાજ માટે વાંધાજનક શબ્દો બોલવામાં આવ્યા હોવાનો આરોપ લગાવવામાં અવાયો છે અને આ શબ્દો વાળી ઓડિયો ક્લિપ શિસ્ત સમિતિ દ્વારા સાંભળવામાં આવી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.શિસ્ત સમિતિએ રૂપિયાના તોડની વાતચીતની અન્ય એક ઓડિયો ક્લિપની પણ નોંધ લીધી છે.


ડો અમિત નાયકને પાઠવવામા આવેલ સસ્પેન્શન પત્ર અક્ષરસઃ
શ્રી અમિતભાઈ નાયક,
પ્રવક્તાશ્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમદાવાદ.
સ્નેહીશ્રી અમિતભાઈ નાયક,
તમારા દ્વારા સોશિયલ મીડિયામાં પક્ષની આંતરિક બાબતો અંગેની નકારાત્મક બાબતો તેમજ તમો તમામ હોદ્દા અને જવાબદારીમાંથી મુક્ત થવા લખેલ પત્ર અને જેના કારણે જુદા-જુદા વર્તમાનપત્રોમાં પક્ષને નુકસાન થાય તેવા સમાચારો પ્રસિદ્ધ થયેલ છે. આપની વિરુદ્ધમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પ્રભારીશ્રી મુકુલ વાસનિકજીને જે રજૂઆતો અને પુરાવા રજૂ થયા છે તેની નકલો સાથે શિસ્ત સમિતિને આપનો કેસ AICCના પ્રભારી સચિવશ્રી રામકિશન ઓઝાજી દ્વારા મોકલવામાં આવેલ હતો. આપના દ્વારા દલિત સમાજ માટે જે શબ્દો વાપરવામાં આવે તો તે એટ્રોસીટીનો ગુનો બને છે તેવા શબ્દો તેમજ બીભત્સ ગાળો આપના દ્વારા જે બોલવામાં આવેલ હતી તેની ઓડિયો ક્લિપ પણ શિસ્ત સમિતિએ સાંભળી છે. કોંગ્રેસના કાર્યકર્તા તરીકે આપના દ્વારા જે અભદ્ર ટીપ્પણી થઈ છે તે ચલાવી શકાય તેમ નથી.


ઉપરાંત, એક અન્ય ઓડિયો ક્લિપમાં પૈસાના તોડતાડની વાતો પણ શિસ્ત સમિતિને પ્રાપ્ત થયેલ છે તેને પણ ધ્યાને લેવામાં આવેલ છે. પક્ષના કોઈપણ કાર્યકર્તાને પક્ષની કોઈપણ બાબત કે કોઈપણ નેતા વિરુદ્ધ મોવડી મંડળને ફરિયાદ કરવાનો પૂરો અધિકાર છે, પરંતુ સોશિયલ મીડિયામાં કે વર્તમાનપત્રોમાં જઈને પક્ષની પ્રતિભાને નુકસાન કરનાર વ્યક્તિની હરકત ચલાવી શકાય નહીં. સામાજિક કાર્યક્રમોમાં કે જાહેર જનતાના

કાર્યક્રમોમાં ભાજપના નેતાઓ સાથે કોઈના ફોટા હોય તેને સોશિયલ મીડિયામાં વિકૃત રીતે રજૂ કરવા યોગ્ય ન જ ગણાય. આપના પણ આ પ્રકારના કાર્યક્રમોમાં ભાજપના નેતાઓ સાથેના ફોટાઓ શિસ્ત સમિતિને મળેલ ફરિયાદની સાથે છે, પરંતુ તે શિસ્ત સમિતિએ ધ્યાને લીધેલ નથી.

ઉપરોક્ત જણાવ્યા મુજબ, (૧) એટ્રોસીટીના કાયદામાં જે ગુનો બને છે તેવા શબ્દોનો પ્રયોગ તથા ગાળીગલોચ, (૨) પૈસાના તોડ માટેની આપની ટેલીફોનિક વાતચીત, (૩) સોશિયલ મીડિયા પર પક્ષને નુકસાન થાય તે રીતે પ્રસિદ્ધ કરવામાં આવેલ લખાણને ધ્યાને લઈને આથી, તમોને કોંગ્રેસ પક્ષના બંધારણની જોગવાઈઓને ધ્યાને લઈને કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now