ગુજરાત કોંગ્રેસને મજબૂતાઈ સાથે બેઠી કરવા માટે આજે દિલ્હીમાં કોંગ્રેસની ખાસ બેઠકનું ઓયોજન કરાયું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ નેતાઓને દિલ્હીમાં બોલવવામાં આવ્યા છે, જે બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડ઼ગે, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિતના કેન્દ્રીય કોંગ્રેસ મોવડી મંડળ સાથે ગુજરાતના નેતાઓ ચર્ચા કરશે, જે અંતે નવા ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષનું નામ જાહેર થઈ શકે છે. ચર્ચાતી વિગતો સૂત્રોના દાવા મુજબ આ વખતે ગુજરાત કોંગ્રેસની કમાન લાલજી દેસાઈના હાથમાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. જેઓ વર્ષોથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છે સાથો સાથ રાહુલ ગાંધીના વિશ્વાસું પણ માનવામાં આવે છે. ત્યારે જાણીએ કે કોણ છે લાલજી દેસાઈ, જે 'ડૂબતી' કોંગ્રેસને બચાવી શકશે!
લાલજી દેસાઈ છે રાહુલ ગાંધીના વિશ્વાસુ
લાલજી દેસાઈ હાલ પ્રમુખ પદ તરીકે પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે. તેઓ વર્ષ 2018થી રાષ્ટ્રીય સેવાદળના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. જેઓ રાહુલ ગાંધીના વિશ્વાસુ છે અને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સક્રિય કામગીરી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તેમણે આઝાદીની 75મી વર્ષગાંઠ પર જન જાગૃત્તિ માટે પદયાત્રા કરી હતી.
કોંગ્રેસ એક સામે લડાઈના પક્ષ 'બે'?
ગુજરાતમાં વિધાનસભા હોય કે, લોકસભા કે પછી પેટા ચૂંટણી જોઈ લો, જે તમામમાં કોંગ્રેસનો દેખાવ બીજા-ત્રીજા નંબર પર 'દબાઈ' ગયું હોય તેવું દેખાયું છે. ગુજરાતમાં કોંગ્રેસ માટે 2022 પહેલા ફક્ત ભાજપ સામે ટક્કર હતી પરંતુ હવે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાને પૂર જોશમાં ઉતરે છે, જેમાં કોંગ્રેસના ખાસા એવા મતોનું વિભાજન કરી ને ઝાડુંના નિશાન નીચે દબાવી દે છે, ત્યારે કોંગ્રેસ ગુજરાતમાંથી દિવસેને દિવેસ દૂર ધકેલાઈ રહી છે. જો કે, ક્યાકને ક્યાંક સક્રિય કાર્યકરોનો અભાવ, જૂના જોગીઓની પદનો અને સ્ટેજનો ઓટલો કોંગ્રેસ માટે નકારાત્મક સાબિત થતો હોય તેવું વર્તમાન પરિસ્થિતિ પરથી જણાઈ રહ્યું છે.
કોંગ્રેસમાં વધતી નેતાઓની નારાજગી?
કોંગ્રેસની પ્રખર વિચારસરણી સાથે સંમત થઈને વર્ષોથી જાડાયેલા નેતાઓ પણ ધીરે ધીરે કોંગ્રેસનો 'હાથ' છોડી રહ્યાં છે. જેમને કોંગ્રેસ છોડવા પાછળનું કારણ પૂછવામાં આવે ત્યારે તેઓ પણ એક જ રટણ કરે છે કે, ''કોંગ્રેસ દિશાહિન થઈ ગઈ, નેતૃત્વમાં ખામી, એક જૂથનો જમાવડો, જૂના જોગી અન્યને વારો નથી આપતા'', જો કે, તે વાત કેટલા અંશે સાચી તે કોંગ્રેસમાં રહેલા નેતાઓ જ જાણતા હશે, તો બીજી તરફ કોંગ્રેસમાં નવા અને યુવા કાર્યકરોનું પણ અભાવ હોવાનું કોંગ્રેસના નેતાઓ અનેક વાર કબૂલ્યું પણ છે.
પ્રમુખ પદ માટે કેમ લાલજી દેસાઈ?
લાલજી દેસાઈએ પાર્ટીના એક એક કાર્યકરના પરિચિત છે અને જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે. જો કે, તેઓ સ્પષ્ટ અને તીખા પ્રહાર હોય કે, પ્રચાર કરવા માટે જાણીતા છે. જેના કારણે તેઓ અગાઉ નાના-મોટા વિવાદોમાં પણ ઘેરાઈ ચુક્યા. તો બીજી તરફ તેઓ રાહુલ ગાંધીની ભારત જોડા યાત્રામાં સક્રિય રહી અને હેમખેમ યાત્રાનું આયોજનકાર તરીકે કામગીરી કરીને પણ બતાવી ચુક્યા છે કે, કેવી રીતે એક સફળ અભિયાન ચલાવી શકાય અને તેને સફળ બનાવી શકાય. સાથો સાથ તેમણે દેશની આઝાદીની 75મી વર્ષગાંઠ પર જન જાગૃત્તિ માટે પદયાત્રા કરી હતી, શાંત અને સફળ અને હકારાત્મકતા બતાવીને સૌ કોઈનું ધ્યાન દોરીને હાઈ લાઈટ અને લાઈમ લાઈટ છબીમાં રહેતા બતાવ્યું છે.





